
વિશ્વભરમાં વિખ્યાત અમેરિકાની પત્રિકા ટાઈમ મેગેઝિને 2020 માં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની સૂચિ બહાર પડી છે અને તે યાદીમાં વડા પ્રધાન મોદીના નામનો સમાવેશ કરવામાં આવ્યો. ટાઇમ મેગેઝિનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના રાષ્ટ્રપતિ ચુંટણી માટે હરીફ જો બાઇડન, બાઇડન ના સહાયક કમલા હેરિસ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કલ અને તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેનનો પણ સમાવેશ થાય છે. છે.
આ સૂચિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, અભિનેતા આયુષ્માન ખુરાના, શાહીન બાગના નિદર્શનકાર બિલ્કિસ અને એચઆઇવી સંશોધનકાર રવિંદર ગુપ્તાનું નામ પણ શામેલ છે.
વડા પ્રધાન મોદી વિશે કરેલી ટિપ્પણીને કારણે ટાઇમ મેગેઝિન ઘણી વખત વિવાદમાં આવી ગયું છે, કેટલીકવાર ટાઇમ મેગેઝિન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરે છે અને કેટલીક વખત વખાણ પણ કર્યા છે. આ વખતે 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં વડા પ્રધાન મોદીના સમાવેશ સાથે, આ તેમાં એક તરફ ભાજપ અને સરકાર પર નિસાન સાધવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.