Not Set/ કેન્દ્રએ લોંચ કરી GST એપ, મળશે દરેક કર ની માહિતી

જીએસટી ૧ જુલાઈ થી સમગ્ર દેશ માં લાગુ કરવામાં આવ્યો છે. જીએસટી મામલે રેટનું કન્ફ્યુઝશન દૂર કરવા માટે કેન્દ્ર સરકાર એક એપ લઈને આવી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ GST Rate Finder નામની એક એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી વપરાશકાર અને બિઝનેસમેન જીએસટીના સાચા દર જાણી શકશે. આ એપને હાલમાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર મૂકવામાં […]

Uncategorized

જીએસટી ૧ જુલાઈ થી સમગ્ર દેશ માં લાગુ કરવામાં આવ્યો છે. જીએસટી મામલે રેટનું કન્ફ્યુઝશન દૂર કરવા માટે કેન્દ્ર સરકાર એક એપ લઈને આવી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ GST Rate Finder નામની એક એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી વપરાશકાર અને બિઝનેસમેન જીએસટીના સાચા દર જાણી શકશે. આ એપને હાલમાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે અને એને બહુ જલ્દી iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. એપ લોન્ચ કરવા નો મુખ્ય ઉદ્દેશ વેપારી અને ગ્રાહક બંને ને GST વિશે ની માહિતી સરળતા થી મળી રહે તે છે. આ એપ દ્વારા ઓફ લાઈન પણ માહિતી મળી શકશે. હાલ ઘણા લોકો GST નો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકારે એપ લોન્ચ કરી ને લોકો ને  માહિતગાર કરવા એક પ્રયાસ હાથ ધર્યો છે.