ક્રાઈમ/ સુરતના વેપારીએ કર્યું નૂપુર શર્માનું સમર્થન અને લોકોએ કહ્યું કે તેરે ખૂન કે પ્યાસે બેઠે હે હમ | જાણો સમગ્ર મામલો

સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others
સુરતના વેપારીએ

સુરતના વેપારીએ નૂપુર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી અને ત્યારબાદ વેપારીને ધમકી મળી હતી કે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ. ધમકી મળ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.

ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ આપેલા નિવેદન બાદ તેનો દેશભરમાં વિરોધ થયો હતો પરંતુ કેટલાક લોકોએ નુપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. ત્યારે નુપુર શર્માના સમર્થકોને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો કેટલાક લોકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ સમયે વેપારીને ધમકી આપી હતી કે સુરત મે રહેના હૈયા જાના હૈ ફિલહાલ ક્લોઝ કરકે નિકલ લે તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ન આ જાયે.

સુરત

જે વેપારીને ધમકી મળી હતી તેનું નામ વિશાલ પટેલ છે અને વિશાલ પટેલે તેના સોશિયલ મીડિયા instagram એકાઉન્ટ પર નુપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી અને ત્યારબાદ વિશાલ નામના વેપારીને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી રહી હતી. જોકે ત્યારબાદ આ વેપારીએ પોતાની સ્ટોરી જે અપલોડ કરી હતી તેને લઈ લોકોની માફી માંગી હતી આ ઉપરાંત જે સ્ટોરી અપલોડ કરી હતી તે ડીલીટ પણ કરી દીધી હતી. વિશાલ પટેલે સ્ટોરી ડીલીટ કરી હોવા છતાં પણ તેને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હતી instagram પરથી તેને ધમકી મળી હતી કે સુરતમાં રહેના હૈ યા જાના હૈ ક્લોઝ કરકે નિકલ લે તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ કહી વહાં આ જાયે. ત્યારે આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ કરતા આરોપી મહમદ અયાન આતસબાજીવાલા પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે.

વિશાલ પટેલને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન , મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગોધરા શહેરમાં પાંચ દિવસ પહેલા વરસાદ બંધ થયો પરંતુ સમસ્યાઓ હજુ યથાવત