MANTAVYA Vishesh/ બ્રાઝિલમાં બોલ્સોનારોના સમર્થક ઊતર્યા રસ્તા ઉપર : શું છે બોલ્સોનારોનો વિવાદ?

બ્રાઝિલના રસ્તા પર 7 લાખ બોલ્સોનારોના સમર્થક ઊતર્યા  હતા અને તેમણે બોલ્સોનારો સામે લાગેલા તખતાપલટના આરોપનો પ્રચંડ વિરોધ કર્યો હતો. સાથે જ સાઓ પાઉલોમાં વ્હેલને કથિત રીતે હેરાન કરવા બદલ પણ બોલ્સોનારો તપાસ હેઠળ છે… જુઓ અમારો આ વિશેષ અહેવાલ

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • બ્રાઝિલના રસ્તા પર 7 લાખ લોકો ઊતર્યા
  • તમામ લોકો બોલ્સોનારોના સમર્થક
  • રેલીમાં ઈઝરાયેલને સમર્થન આપવામાં આવ્યું
  • પૂર્વ રાષ્ટ્રપતિનું સમર્થકો સાથે શક્તિ પ્રદશન
  • વ્હેલને  હેરાન કરવા બદલ પણ બોલ્સોનારોની તપાસ

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના 7 લાખથી વધુ સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.અને તેમણે બોલ્સોનારો સામે લાગેલા બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કરી ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો.ભારતીય સમય અનુસાર, રવિવારે મોડીરાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી 2023માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર ઓક્ટોબર 2022માં થયેલી ચૂંટણીમાં હાર બાદ તખતાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બળવો કેવી રીતે થાય? જ્યારે સૈન્ય ટેન્કો શેરીઓમાં મૂકવામાં આવે છે, એ લોકો પાસે શસ્ત્રો હોય છે, પરંતુ જાન્યુઆરી 2023માં આવું કંઈ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી.

ત્યારે આપ સૌપ્રથમ વિગતવાર સમજો કે તખતાપલટના શું આક્ષેપો કરવામાં આવ્યા છે.ઓક્ટોબર 2022માં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બોલ્સોનારો લગભગ 21 લાખ 39 હજાર મતોથી હારી ગયા અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા હતા. અને લુલા દા સિલ્વાએ 1 જાન્યુઆરી 2023ના રોજ શપથ લીધા હતા. ત્યારે એક અઠવાડિયા પછી 8 જાન્યુઆરી, 2023ના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ્સ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી. અને આ પછી પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી હતી.

હવે આ ઘટના બાદ બોલ્સોનારો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો અને સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિનું નામ પણ તેની તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે નિષ્ણાતોના મતે બોલ્સોનારોએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રેરિત થઈને આવું કર્યું હતું. તો હકીકતમાં બે વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ આવી જ હિંસા થઈ હતી.  જેમાં ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ, એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા અને યુએસ સંસદમાં ધુસી ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ તોડફોડ કરી હતી.

ત્યારે હવે સમજીલો  ચૂંટણી પ્રતિબંધનો મુદ્દો,તો જુલાઈ 2022માં બોલ્સોનારોએ 8 વિદેશી રાજદૂત સાથે બેઠક યોજી હતી, અને જેમાં તેણે બ્રાઝિલની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા અને હેરાફેરીના આરોપો લગાવ્યા હતા.ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોલ્સોનારોએ વિદેશી રાજદૂત સાથેની મિટિંગનો ઉપયોગ કાવતરાના ભાગરૂપે શંકા પેદા કરવા માટે કર્યો હતો, અને તેમણે લોકોના મનમાં આશંકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો કે 2022ની ચૂંટણીનાં પરિણામોમાં ધાંધલધમાલ થશે. આ પછી તેમના પર તેમના પદ અને મીડિયાનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. અને ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારોએ સત્તાનો દુરુપયોગ કર્યો અને દેશની ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી. આ કિસ્સામાં, 30 જૂન, 2023ના રોજ બોલ્સોનારો પર 7 વર્ષ માટે એટલે કે 2030 સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ત્યારે બોલસોનારો પણ વિરોધપ્રદર્શનમાં હાજર રહ્યા હતાં.બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. અને આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કરાયા હતા. લોકોને રસ્તા પર ઊતરીને પોતાની તાકાત બતાવવી અને આ પછી તેઓ રેલીમાં જોડાયા હતા અને રેલીમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું.બોલ્સોનારો અને તેમના સમર્થકો રેલીમાં ઈઝરાયલના ધ્વજ લઈને ફરતા જોવા મળ્યા હતા. તેમણે લુલા દા સિલ્વાના વિરોધમાં અને ઇઝરાયલના સમર્થનમાં આ ધ્વજ રાખ્યા હતા. હકીકતમાં તાજેતરમાં લુલા દા સિલ્વાએ કહ્યું હતું કે – નેતન્યાહુ ગાઝામાં નરસંહાર કરી રહ્યા છે. તેઓ પેલેસ્ટિનિયનો પર જે જુલમ ગુજારે છે એ હિટલરે યહૂદીઓ પર તેવો જ જુલમ કર્યો હતો. ગાઝામાં ઇઝરાયલનું ઓપરેશન હોલોકોસ્ટ જેવું છે.હોલોકોસ્ટ એ ઇતિહાસનો નરસંહાર હતો, જેમાં છ વર્ષમાં અંદાજે 60 લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી 15 લાખ માત્ર બાળકો હતાં. જર્મનીમાં એડોલ્ફ હિટલર સત્તા પર હતો ત્યારે આ હત્યાકાંડ થયો હતો. બ્રાઝિલના લોકોએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો.

તો બીજી તરફ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો ગયા વર્ષે સાઓ પાઉલોના દરિયાકાંઠે વ્યક્તિગત વોટરક્રાફ્ટ પર સવારી કરતી વખતે હમ્પબેક વ્હેલને કથિત રીતે “પરેશાન” કરવા બદલ તપાસ હેઠળ છે, અને પોલીસ તેમની તપાસ કરી રહિ છે ત્યારે બોલ્સોનારો સાઓ પાઉલોમાં ફેડરલ પોલીસમાં તેમના વકીલ અને ભૂતપૂર્વ સલાહકાર સાથે અધિકારીઓને મળવા હાજર થયા હતા જેઓ કથિત ઘટના સમયે હાજર હતા.તો એક વર્ષ પહેલાં ચુટણી હાર્યા પછી, બોલ્સોનારોને 2030 સુધી ઑફિસ માટે દોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમના અનુગામીને સત્તા પરથી દૂર કરવા માટે બળવાનું કાવતરું કરવા માટે તપાસ કરવામાં આવી હતી અને તેમનો પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યો હતો.

જૂન 2023 ના એક વિડિયો જે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, તેમાં એક વ્યક્તિ વ્હેલની નજીક વ્યક્તિગત વોટરક્રાફ્ટ પર સવારી કરતો જોવા મળે છે, જે સેલફોન સાથે એન્કાઉન્ટર રેકોર્ડ કરતો દેખાય છે. ફેડરલ પ્રોસિક્યુટર્સ, જેઓ કેસની તપાસ પણ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે તે વ્યક્તિ બોલ્સોનારો હોવાનું જણાય છે. તો બ્રાઝિલના કાયદા હેઠળ, મોટરવાળા જહાજોએ વ્હેલ અને અન્ય સિટેશિયન્સથી ઓછામાં ઓછું 100 મીટરનું અંતર રાખવું આવશ્યક છે. નજીક જવાનો કોઈ પણ ઈરાદાપૂર્વકનો પ્રયાસ બે થી પાંચ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.ત્યારે ફરીયાદીઓનાં કહેવા પ્રમાણે પર્સનલ વોટરક્રાફ્ટ પરનો માણસ એટલે કે બોલ્સોનારો વ્હેલથી લગભગ 15 મીટર દૂર હોય તેવું લાગતું હતું

રાજધાની, બ્રાઝિલિયાના અધિકારીઓએ બોલ્સોનારોને તેમના અનુગામી, લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસમાં, બળવાના કાવતરા માટે કથિત રીતે પૂછપરછ કરી હતી. ત્યારે બોલ્સોનારો, જેનો પાસપોર્ટ અગાઉના પોલીસ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવ્યો હતો, તેમણે મૌન રહેવાનું પસંદ કર્યું. સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે તપાસકર્તાઓ માને છે કે બોલ્સોનારો અને તેમના કેટલાક સહાયકો, જેમાં ભૂતપૂર્વ પ્રધાનો અને ટોચના લશ્કરી સલાહકારોનો સમાવેશ થાય છે, તો એક હુકમનામું તૈયાર કરાયું હતું અને હુકમનામામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ધરપકડ અને નવી ચૂંટણી યોજવાની પણ યોજના હતી, પણ બોલ્સોનારો હારી ગયા, પરંતુ હુકમનામું ક્યારેય બહાર પાડવામાં આવ્યું ન હતું, અને કથિત યોજના ક્યારેય અમલમાં આવી ન હતી.

તો બોલ્સોનારોને ન્યાયાધીશોની પેનલ દ્વારા 2030 સુધી પદ માટે અયોગ્ય ઠરાવવામાં આવ્યો હતો, તેમણે તારણ કાઢ્યું હતું કે તેણે તેની શક્તિનો દુરુપયોગ કર્યો હતો અને દેશની ઇલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી પર નિરાધાર શંકાઓ વ્યક્ત કરી હતી. ગયા વર્ષે, બોલ્સોનારો, તેની પત્ની અને નજીકના સહાયકોને અન્ય એક કેસમાં તપાસકર્તાઓના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.તો પોલીસ દેશની ગુપ્તચર એજન્સીની પણ તપાસ કરી રહી છે અને ડિસેમ્બર 2022 માં સમાપ્ત થયેલા તેમના કાર્યકાળ દરમિયાન બોલ્સોનારોના રાજકીય વિરોધીઓ પર કથિત જાસૂસી કરી રહી છે.

ત્યારે બોલ્સોનારોએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે.બોલ્સોનારોએ કહ્યું, કે “કોઈ પણ સમજી શકતું નથી કે વ્હેલના સતાવણીના સંબંધમાં ફેડરલ પોલીસ દ્વારા મારી તપાસ શા માટે કરવામાં આવી રહી છે.“હું જાણું છું કે કાયદો અસ્તિત્વમાં છે, તેનું પાલન થવું જોઈએ, પરંતું મારી સાથે જે બન્યું તે બંધબેસતું નથી. મેં સ્વીકાર્યું છે કે હું વ્હેલથી 20, 30 મીટર (65 થી 100 ફૂટ) દૂર હતો, અને તે મને કોઈપણ રીતે હેરાન કરતી ન હતી. આ તમામ વાત  મેં પોલીસને તે ખૂબ જ સ્પષ્ટ રીતે કરી છે.સાથે જ બોલ્સોનારોએ દાવો કર્યો હતો કે વ્હેલ એન્કાઉન્ટરની તપાસ “રાજકીય” હતી અને તે સતાવણી નો ભાગ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ