daru/ અઘઘઘ 506 પેટી દારૂ ઝડપાતા કમિશ્નર લાલધુમ – સ્થાનિક પોલિસની સંડોવણી ખુલી તો પગલા પાકા

એક તરફ રાજ્યનાં મુખ્યમંત્રી દારુબંધી પર બોલતા કહેતા સંભળાય છે કે અમારી સરકાર દારુબંધીની ફેવરમાં છે અને બીજી તરફ રાજ્યનાં મેગાસિટીમાં દારુનો દરિયો વહેવા જેવી ઘટના સામે આવતા, દારુ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ લાલધુમ જોવામાં આવી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે, પીસીબીની ટીમે દાણીલીમડાથી 506 વિદેશી દારૂની પેટી ઝાડપી છે. શહેરનાં આ વિસ્તારની કોઝી […]

Ahmedabad Gujarat
daru ahd અઘઘઘ 506 પેટી દારૂ ઝડપાતા કમિશ્નર લાલધુમ - સ્થાનિક પોલિસની સંડોવણી ખુલી તો પગલા પાકા

એક તરફ રાજ્યનાં મુખ્યમંત્રી દારુબંધી પર બોલતા કહેતા સંભળાય છે કે અમારી સરકાર દારુબંધીની ફેવરમાં છે અને બીજી તરફ રાજ્યનાં મેગાસિટીમાં દારુનો દરિયો વહેવા જેવી ઘટના સામે આવતા, દારુ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ લાલધુમ જોવામાં આવી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, પીસીબીની ટીમે દાણીલીમડાથી 506 વિદેશી દારૂની પેટી ઝાડપી છે. શહેરનાં આ વિસ્તારની કોઝી હોટેલની પાછળ ગોડાઉનમાંથી દારૂ ઝડપયો હતો. દારૂ મામલે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તપાસ કરી રહ્યા છે. અને ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો ભૂલથી પણ સ્થાનિક પોલિસની બેદરકારી કે સંડોવણી દારુ મામલે સામે આવી તો પગલાં લેવામાં આવશે. 

વાત જાણે એમ છે કે, અમદાવાદ પોલીસની  પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ એ દિવાળીના તહેવાર પહેલાં શહેરની હદમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પીસીબીને બાતમી મળી હતી કે શહેરની દાણીલીમડા વિસ્તારમાં એક ચોક્કસ જગ્યાએ લાખો રૂપિયાની કિંમતનો દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પીસીબીએ દરોડા પાડતા 30.6 લાખનો  દારૂ મળી આવ્યો હતો આ દરોડામાં પોલીસ દારૂ રાખવાની જગ્યા જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે શહેરની વચોવચ્ચ આવેલા એક ગોડાઉનમાં કોઈ માલસામાન રાખવામાં આવે તેમ દારૂ સંતાડવામાં આવ્યો હતો.

દાણીલીમડામાં આવેલ અલ કુબા એસ્ટેટમાં કોઝી હોટલ પાછળ આવેલા ગોડાઉન એ-11માંથી લાખો રૂપિયાનો દારુ ઝડપાયો હતો દાનીલીમડા માં જડપાયેલ દારૂ મામલે અમદાવાદ સમગ્ર મામલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સ્થાનિક પોલીસની કોઈ પણ પ્રકારની નિષ્ક્રિયતા અથવા તો મીલીભગત હોય તો પોલીસ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે અને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે