સુરત/ સચિન વિસ્તારમાં ઘરની બહાર રમી રહેલી બાળકીને ઉઠાવી જઈ હવસખોરે આચર્યું દુષ્કર્મ

મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ઝાડીમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને સિવિલમાં..

Gujarat Surat
બાળકી
  • સુરતના સચિનમાં બાળકી પર દુષ્કર્મ
  • યુવાને બાળકીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
  • દુષ્કર્મ આચરી બાળકીને ઝાડીમાં ફેંકી દીધી
  • CCTVના આધારે પોલીસે આરોપીને ઓળખ્યોઃ સૂત્ર

રાજ્યમ સતત દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે.હવસખોરો પોતાની હવસ સંતોષવા નાની માસૂમ બાળકીને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના સચિન વિસ્તારની છે. જયાં એક યુવાને ચાર વર્ષની બાળકી નું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસ ગુનો નોંધી CCTV દ્વારા આરોપીની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. જણાવીએ કે, સચિન જીઆઇડીસી અને ક્રાઇમબ્રાંચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડીઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી.

આ પણ વાંચો : શહેરની અનેક એવી નામી હોટલ-રેસ્ટોરન્ટમાંથી વાસી ખોરાક મળી આવ્યો

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના સચિન GIDCના શ્રમ વિસ્તારની 4 વર્ષની બાળકી બે બાળકો સાથે રમતા રમતા ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતા માતાએ શોધખોળ કરતાં બે બાળકોએ કહ્યું હતું કે બાળકીને એક અંકલ લઈ ગયા છે. માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન GIDC પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના CCTV ની તપાસ કરતાં જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતો દેખાયો છે.

આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં એકમાત્ર કચ્છના નાના રણના પાટડીમાં નવરાત્રિમાં યુવાનોમાં ‘વાણીયા’ બનવાની

મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ઝાડીમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી. બાળકીની મેડિકલ પરિક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાનો મળ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું છે. પોલીસે નજીકના CCTV ના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : ડીસામાંથી ફરી ઝડપાયું 10 લાખથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ, ચાર લોકોની અટકાયત

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે ગરબા દરમિયાન જાહેરમાં યુવક પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો :  સોમનાથ મંદિરમાં ભક્તો માટે પાસ સિસ્ટમ બંધ કરાઈ