Not Set/ ગોધરાના અટલ ઉદ્યાન અને વાલ્મિકી બગીચામાં બનાવવામાં આવેલા વોક-વેની હાલત  જર્જરિત

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ રોડ ખાતે આવેલ અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બગીચાને અડીને બનાવવામાં આવેલ વોક વેની હાલત અત્યંત જર્જરીત બની એક જંગલમાં ફેરવાઈ

Gujarat Trending
godhra walkway ગોધરાના અટલ ઉદ્યાન અને વાલ્મિકી બગીચામાં બનાવવામાં આવેલા વોક-વેની હાલત  જર્જરિત

મોહસીન દાલ, ગોધરા @ મંતવ્ય ન્યૂઝ

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ રોડ ખાતે આવેલ અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બગીચાને અડીને બનાવવામાં આવેલ વોક વેની હાલત અત્યંત જર્જરીત બની એક જંગલમાં ફેરવાઈ ગયેલ સ્થિતિમાં જોવા મળી રહી છે. જેના કારણે આ વોક વેમાં અસામાજિક પ્રવૃત્તિઓ વેગવંતી બની રહી છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલ બાગ બગીચા અને વોક વે પાલિકા તંત્ર દ્વારા માવજત અને સાચવણીના અભાવે હાલ વેરાન હાલતમાં બાવળિયા ઉંઘી નીકળતા જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે.

godhra walkway2 ગોધરાના અટલ ઉદ્યાન અને વાલ્મિકી બગીચામાં બનાવવામાં આવેલા વોક-વેની હાલત  જર્જરિત

આ વોક વે એટલો બધો ભયાવહ બની ગયો છે કે અહીંયાંથી રાત્રિ દરમિયાન તો ઠીક પણ દિવસ દરમિયાન પણ અહીંથી પસાર થવું મુશ્કેલભર્યુ લાગે છે. અને આ ચો તરફ બનાવેલ વોક વે માં ગોધરા શહેરના રહીશો શિયાળામાં ચાલવા માટે આવતા હોય છે. પરંતુ આ બાગ બગીચાઓ કોરોના મહામારીને કારણે હરવા ફરવા માટે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના વાયરસની ગતિ હાલ નહિવત જોવા મળી રહી છે.ગોધરાના બસ સ્ટેન્ડ રોડ ખાતે આવેલ અટલ ઉધાન અને પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બગીચાને અડીને બનાવવામાં આવેલ વોક વેની મરામત કરી ફરી પુનઃ ચાલુ કરવા માટે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

બીજી બાજુ સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી બાગ બગીચા અને વોક વે તૈયાર કરવામાં આવે છે અને ઉદઘાટન પ્રસંગે રાજકીય નેતાઓને બોલાવી ઉદ્દઘાટન કરવામાં આવે છે.  પછી આ લાખ્ખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલ બાગ બગીચાની અને વોક વેની યોગ્ય સાચવણી અને માવજતના અભાવે અસામાજિક તત્વો દ્વારા બગીચાઓમાં અને વોક વે પર લગાવેલ લાઈટીગ અને ચારે બાજુ પર મૂકવામાં આવેલી લોખંડની જાળીઓને તોડીને કાઢી ગયેલ છે. બગીચાની બંને બાજુમાં આવેલ લક્ષ્મણસાગર તળાવ, અને સીતા સાગર તળાવ માં જંગલી વનસ્પતિ એ ઘર કરી દીધું છે અને ચારેય બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ગોધરા શહેરમાં સુંદરતા વધારતા અટલ ઉધાન અને વાલ્મીકી બગીચાની બાજુમાં ફરતે આવેલ વોક વે ને ફોરેસ્ટ વિભાગમાં સમાવી લેવા માટે આ વિસ્તારના સ્થાનિક રહીશો અંદર અંદર ચર્ચાઓ કરી રહ્યા છે. કારણકે નગરપાલિકા દ્વારા આ બાગ બગીચાની જાળવણી અને માવજત કરવા માટે તકલીફ પડે છે, તો ફોરેસ્ટ વિભાગમાં આપી દો તો આ બાગ બગીચાઓને નવું જીવનદાન આપી ફરીથી પુનઃ સ્થાપિત કરી ધબકતું રાખે એ માટે આ વિસ્તારના રહીશો અંદર અંદર ચર્ચાઓ કરી રહ્યા છે.

kalmukho str 10 ગોધરાના અટલ ઉદ્યાન અને વાલ્મિકી બગીચામાં બનાવવામાં આવેલા વોક-વેની હાલત  જર્જરિત