ઈજા/ ‘ભોલા’ના સેટ પર તબ્બુ ઘાયલ : એક્શન સીન શૂટ કરતી વખતે થયો ગંભીર અકસ્માત

તબ્બુ હૈદરાબાદમાં ભોલાના એક સીન માટે ગાઢ જંગલમાં ટ્રક ચલાવી રહી હતી. કેટલાક ગુંડાઓ મોટરસાઇકલ પર તેનો પીછો કરી રહ્યા હતા.

Trending Entertainment
ભોલા

અભિનેત્રી તબ્બુ બુધવારે તેની આગામી ફિલ્મ ભોલાના સેટ પર ઈજાગ્રસ્ત થઈ હતી. ભોલામાં તબ્બુ એક નીડર ઉચ્ચ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક સીનમાં એક્શન કરતી વખતે તેને ગંભીર ઈજા થઈ હતી.

અહેવાલો અનુસાર, તબ્બુ હૈદરાબાદમાં ભોલાના એક સીન માટે ગાઢ જંગલમાં ટ્રક ચલાવી રહી હતી. કેટલાક ગુંડાઓ મોટરસાઇકલ પર તેનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઇક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાચનો ટુકડો તબુની આંખમાં વાગી ગયો. ફિલ્મનાં સેટ પર હાજર મેડિકલ સ્ટાફે જણાવ્યું કે ઈજા બહુ ગંભીર નથી જોકે ચિંતાજનક છે.

તબ્બુને ઈજા બાદ ફિલ્મના નિર્દેશક અજય દેવગન દ્વારા ભોલાના સેટ પરથી રજા આપવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે અજયની ફિલ્મમાં તબ્બુ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. અગાઉ તે ‘દ્રશ્યમ’માં એક આકર્ષક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી હતી. ભોલા સાઉથની ફિલ્મ કૈથીની હિન્દી રિમેક છે.

આ પણ વાંચો : દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક