અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ટ્વિટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના કારણે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં રિપોર્ટ થયેલા વિવાદાસ્પદ ટ્વીટ્સ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કંગનાએ તાજેતરમાં તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકાનો લોગો પ્રકાશિત કર્યો હતો. તે ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે. વખતોવખત તે ટ્વિટર પર પોતાનો અભિપ્રાય શેર કરતી રહે છે.
આ પણ વાંચો : 90 નાં દાયકાની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીનું મોત, જાણો શું છે હકીકત?
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ અભિનેત્રીએ અનેક ટ્વીટ્સ કર્યા હતા અને જોરદાર પ્રતિક્રિયાઓ પણ મળી હતી.
આ પણ વાંચો : સેક્સ રેકેટમાં પકડાઇ ચુકી છે આ અભિનેત્રીઓ, દેહવ્યાપારે કર્યુ કેરિયર ખરાબ-Photos
પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગના રનૌતે ટવિટ કર્યું હતું. ટવિટમાં લખ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં બંગાળી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, અહીં હિન્દુની બહુમતી નથી અને ડેટા અનુસાર બંગાળી મુસ્લિમ બેહદ ગરીબ અને વંચિત છે, સારૂં છે બીજું કાશ્મીર બનવા જઇ રહ્યું છે’.
અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, હું ખોટી હતી. તે રાવણ નથી. તે એક મહાન રાજા હતો. તે દુનિયાનો મહાન રાજા હતો. તે વિદ્વાન હતો. શાનદાર વીણા વાદક હતો. જોકે, આ લોહી તરસી દાનવ તાડકા છે. જે લોકોએ પણ તેને વોટ આપ્યો, તે તમામના હાથ લોહીથી રંગાયેલા છે. એક્ટ્રેસ આટલેથી જ અટકી નહોતી. વધુમાં કંગનાએ કહ્યું હતું કે આ ત્યારે થાય છે, જ્યારે રાક્ષસોને શક્તિ મળે છે. ધર્મ પર અધર્મની જીત થઈ છે.
ટ્વિટર પર શૅર કરવામાં આવેલા છેલ્લાં વીડિયોમાં કંગના રડતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું, ‘મિત્રો, આપણે બધા જોઈ રહ્યાં છીએ કે બંગાળથી સૌથી ડિસ્ટર્બ કરનારા સમાચાર આવી રહ્યાં છે. વીડિયો તથા ફોટોઝ આવે છે. લોકોની હત્યા થઈ રહી છે. ગેંગરેપ થઈ રહ્યા છે. ઘરોને સળગાવવામાં આવી રહ્યાં છે અને એક પણ લિબરલ કંઈ બોલતા નથા.’ કંગનાએ દાવો કર્યો હતો કે કોઈ પણ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ આને કવર કરતું નથી. તેણે કહ્યું હતું, ‘ખબર નથી પડતી કે તેમની ભારત માટે શુ કોન્સપિરેસી છે? તે આપણી સાથે શું કરવા માગે છે. હિંદુ એટલા સસ્તા છે કે કોઈ પણ બહુ જ મોટી કોન્સપિરેસીનો આપણે શિકાર થઈ જઈએ.’
આ પણ વાંચો : હુ મારા ગોરા રંગને પસંદ નથી કરતીઃ કંગના રનૌત