પીએમ મોદી સાજે અમદાવાદ પહોંચ્યા હતા અને સાબરમતી આશ્રમની મુલાકાત લઇ મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. ઓક્ટોબર 2 ના રોજ, તેમણે ગાંધી જયંતિ નિમિત્તે સાબરમતી આશ્રમમાં કેટલાક બાળકો અને સ્વયંસેવકો સાથે પણ મુલાકાત પણ કરી હતી. સાબરમતી આશ્રમ બાદ તેઓ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા છે. અહીં મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી, સરપંચોનાં સંમેલનમાં ભાગ લેશે.
આ પહેલા પીએમ મોદીએ સાબરમતી આશ્રમ ખાતે લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારતનું કદ દિવસે દિવસે વધતું જાય છે. ભારત પ્રત્યે આદર વિશ્વભરમાં વધી રહ્યો છે. કોઈપણ આ ફેરફાર અનુભવી શકે છે. વિશ્વ જોઈ શકે છે કે વૈશ્વિક સ્તરે ભારતમાં ઘણા સકારાત્મક પરિવર્તન થયા છે.
તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી સંયુક્ત રાષ્ટ્રમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યું છે. વિશ્વની કોઈપણ સમસ્યા વિશે વાત કરો, મહાત્મા ગાંધીના સૂચનમાંથી તે સમસ્યાઓનું સમાધાન મળે છે.
જુઓ PM મોદી સાબરમતી રીવરફ્રન્ટથી Live………
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN