Not Set/ મજૂરોનાં ઘર પરત ફરવા મામલે કેન્દ્ર અને બંગાળ વચ્ચે વિવાદ, ગૃહ મંત્રી અમીત શાહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળમાં કોરોનાનાં 1600 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો છે. હવે ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ સરકારને પરપ્રાંતિય મજૂરો અંગે પત્ર લખ્યો છે. સાથે તેમના પર લોકડાઉનમાં ફસાયેલા કામદારોની મદદ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે લોકડાઉનનું કડક પાલન ન કરવા […]

India
3d2ee6f96caa6152288ca605d68290de 1 મજૂરોનાં ઘર પરત ફરવા મામલે કેન્દ્ર અને બંગાળ વચ્ચે વિવાદ, ગૃહ મંત્રી અમીત શાહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

પશ્ચિમ બંગાળમાં કોરોનાનાં 1600 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો છે. હવે ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ સરકારને પરપ્રાંતિય મજૂરો અંગે પત્ર લખ્યો છે. સાથે તેમના પર લોકડાઉનમાં ફસાયેલા કામદારોની મદદ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અગાઉ ગૃહ મંત્રાલયે લોકડાઉનનું કડક પાલન ન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના પત્રમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર ફસાયેલા લોકોને ઘરે લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. આનું પરિણામ એ છે કે બે લાખથી વધુ મજૂરો તેમના ગૃહ રાજ્યમાં પહોંચ્યા છે. તેમ છતાં બંગાળમાં મમતા બેનર્જીની સરકાર આ મામલે સહકાર આપી રહી નથી. પશ્ચિમ બંગાળમાં ફસાયેલા મજૂરો ઘરે જવા માંગે છે, પરંતુ મમતા સરકાર કોઈ પગલા લઈ રહી નથી. વળી, પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોનાં મજૂરોને લઈ જતા મજૂર વિશેષ ટ્રેનને પણ મંજૂરી નથી. શાહે વધુમાં લખ્યું છે કે, આમ કરવુ કામદારો સાથે અન્યાય કર્યો કહેવાશે અને તેમને મુશ્કેલ પરિસ્થિતિમાં ધકેલ્યા કહેવાશે.

કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે વિવાદનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચે તણાવ રહ્યો છે. ગૃહ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે, પશ્ચિમ બંગાળની મમતા સરકાર કોરોના પ્રત્યે ગંભીર નથી. આને કારણે, ઘણા વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન કરવામાં આવતું નથી. આ અગાઉ ગૃહ મંત્રાલયે લોકડાઉન દરમિયાન બંગાળ સરકારને ઘણા વિસ્તારો સીલ કરવા પત્ર લખ્યો હતો. વળી, કેન્દ્ર સરકારે પણ મમતા સરકાર પર કોરોના મૃત્યુનાં આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.