Not Set/ શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

PM મોદી અને HM શાહની જોડીએ કાશમીર મામલે મોટો ફેંસલો રાતો રાત લઇ વિદેશ સહિત દેશનાં પણ તમામ લોકો, રાજનેતા અને રાજકીય પક્ષોને ચોંકાવી દીધા હતા. આપને જણાવી દઇએ કે આ ફેસલો જાહેર કરતા પહેલાનાં થોડા દિવસોમાં બંનેની વર્ણતણુંક થી તમામને અંંદાજ આવી ગયો હતો કે કઇક મોટું થવાનું છે અને તેમનાં મંત્રીઓ દ્વારા કોઇને […]

Top Stories India
pok cok jitendrasingh શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

PM મોદી અને HM શાહની જોડીએ કાશમીર મામલે મોટો ફેંસલો રાતો રાત લઇ વિદેશ સહિત દેશનાં પણ તમામ લોકો, રાજનેતા અને રાજકીય પક્ષોને ચોંકાવી દીધા હતા. આપને જણાવી દઇએ કે આ ફેસલો જાહેર કરતા પહેલાનાં થોડા દિવસોમાં બંનેની વર્ણતણુંક થી તમામને અંંદાજ આવી ગયો હતો કે કઇક મોટું થવાનું છે અને તેમનાં મંત્રીઓ દ્વારા કોઇને કોઇ રીતે આ મામલાને હવા પણ આપવામાં આવી હતી. ત્યારે આવો જ પવન ફરી વાર ફૂંકાતો જોવામાં આવી રહ્યો છે.

JITENDRAsingh.jpg1 શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

આ વખતે પણ કંઇક મોટું થવાની આશંકા સેવવામાં આવી રહી છે અને ફરી PM મોદીનો મંત્રીગણ આ બાબતને લઇને કઇ ને કઇ હિન્ટ આપી રહ્યો હોય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે. આવા નિવેદનોનું ઓપનીંગ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામા આવ્યું હતું અને સિંહે તહાડતાની સાથે પરમાણું બોમ્બ મામલે પોતાનો મત પ્રગટ કરી દુનિયાનાં પગ નીચેથી જમીન સરકાવી લીધી હતી. તો ફરી બેં દિવસમાં જ સિંહ દ્વારા કહેવાયું કે પાકિસ્તન સાથે હવે તો ફક્ત PoK મામલે જ વાત કરવામાં આવશે. તો ફરી આજે PMનાં બીજા મંત્રી અને રાજ્યકક્ષાનાં સંરક્ષણ મંત્રી દ્વારા અત્યંત મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

pok map શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

PMO માટેનાં MoS જીતેન્દ્ર સિંહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવવામાં આવ્યા બાદ PoKને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે, POKને આઝાદ કરાવવા અને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે. જેમાં સંસદની પણ સહમતી છે. ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણા જીવનમાં આ પ્રસંગને જોઈ શકીએ.

jitendra pti L શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

જીતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, આપણે ભાગ્યાશાળી છીએ કે આપણે આ બધું, કલમ 370ની નાબુદી અને તે જોયું. આપણી ત્રણ પેઢીઓએ આ માટે બલીદાન આપ્યું છે, ત્યારે જઈને આ શકય બન્યું છે. આ ઐતિહાસિક પગલા બાદ આપણે હકારાત્મક વિચારસરણી સાથે કામ કરવું પડશે અને ગેરકાયદે રીતે પાક કબજા નીચેનાં કાશ્મીરને આઝાદ કરવાનું છે.

JITENDRAsingh.jpg1 શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

સિંહે એમ પણ કહ્યું કે PoKને ભારતમાં સામેલ કર્યા બાદ લોકો કોઈ અડચણ વગર મુજફ્ફરાબાદ જઈ શકશે. તેઓએ કહ્યું કે, અમે પ્રાર્થના કરીએ કે આપણે PoKને દેશમાં સામેલ થવા અને લોકોને કોઈ અડચણ વગર મુજફ્ફરાબાદ (PoKની રાજધાની) જતા જોઈએ.

Jitendra Singh 20 2 18 શું હવે PoKનો વારો લાવાની છે મોદી સરકાર, મંત્રીએ આપી આવી હિન્ટ

આપને જણાવી દઇએ કે રાજ્યકક્ષાનાં સંરક્ષણ મંત્રી અને PMO માટેનાં MoS જીતેન્દ્ર સિંહે આ નિવેદન જમ્મુમાં ભાજપનાં પાર્ટી હેડક્વાર્ટરમાં જમ્મુ-કાશ્મીરની હાલની સામાજિક રાજકીય સ્થિતિ પર એક બેઠકને સંબોધિત કર્યું હતું. ત્યારે ફરી કઇક મોટા પાયે નવા જુની થવાનાં અણસાર ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.