Not Set/ ડેઝી શાહની ગુજરાતી સ્પોર્ટ્સ મૂવીનું શૂટિંગ થયું પુરુ, ઓક્ટોબરમાં રિલીઝ

ગુજરાતી ફિલ્મોમાં કોઈ નવીનતા હોતી નથી એવા દર્શકોના મહેણાને આજની નવી પેઢીના સર્જકોએ ભાંગ્યું છે. એક પછી એક હટકે ફિલ્મો આવી રહી છે. આવી જ એક ફિલ્મ લઈને  હરેશ પટેલ, એમ.એસ. જોલી અને જયંત ગિલાટર આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇએ સ્પોર્ટ્સ પર ફિલ્મ બનાવ્યાનું યાદ નથી. પરંતુ હિન્દી- મરાઠી ફિલ્મના સર્જક […]

Uncategorized
aaay 16 ડેઝી શાહની ગુજરાતી સ્પોર્ટ્સ મૂવીનું શૂટિંગ થયું પુરુ, ઓક્ટોબરમાં રિલીઝ

ગુજરાતી ફિલ્મોમાં કોઈ નવીનતા હોતી નથી એવા દર્શકોના મહેણાને આજની નવી પેઢીના સર્જકોએ ભાંગ્યું છે. એક પછી એક હટકે ફિલ્મો આવી રહી છે. આવી જ એક ફિલ્મ લઈને  હરેશ પટેલ, એમ.એસ. જોલી અને જયંત ગિલાટર આવી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મોના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઇએ સ્પોર્ટ્સ પર ફિલ્મ બનાવ્યાનું યાદ નથી. પરંતુ હિન્દી- મરાઠી ફિલ્મના સર્જક જયંત ગિલાટરે આ બીડું ઝડપ્યું અને ગુજરાત 11 નામની ફિલ્મ બનાવી. જે. જે. ક્રિએશન્સ દ્વારા નિર્મિત સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત-11  અંગે લેખક-દિગ્દર્શક જયંત ગિલાટર જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ પૂરૂં થઈ ગયું છે.

ગુજરાતીમાં બની રહેલી અતિ ખર્ચાળ ફિલ્મના કેન્દ્રમાં છે જુવેનાઇલ હામ અને ફિલ્મની હીરોઇન અહીં રહેતા ગુનાખોરીમાં માહેર એવા બાળકોને ફૂટબાલમાં પારંગત કરવાનું બીડું ઝડપે છે. જયંત ગિલાટર વધુમાં જણાવે છે કે ફિલ્મમાં કાચની ભૂમિકા બાલિવુડની જાણીતી હીરોઇન જેણે સલમાન ખાન સાથે જય હો અને રેસ-૩ કરી હતી એ ડેઝી ઇરાની ભજવી રહી છે. તો એની સાથે છે ઢોલિવુડનો હેન્ડસમ હીરો પ્રતિક ગાંધી અને કવિન દવે. તેમને સાથ આપી રહ્યા છે અઢીસોથી વધુ કલાકારો અને ફૂટબોલના ખેલાડીઓ.

daisy shah

પાંચ વરસની કરિયરમાં ડેઝી શાહે જય હો, રેસ-૩ જેવી મસાલા ફિલ્મ ઉપરાંત થ્રિલર હેટ સ્ટોરી-૩માં પણ કામ કર્યું હતું. ઋેઝી હવે એની છબિ બદલવા માંગે છે. તાજેતરમાં એણેએક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂરૂં કર્યું જેમાં એ ફૂટબોલની કાચ બની છે.

ઋેઝીનું કહેવું છે કે જા બાલિવુડના મરાઠી, પંજાબી, દક્ષણિ ભારતીયો તેમની ભાષામાં કામ કરતા હોય તો હું મારી માતૃભાષાની ફિલ્મમાં કામ કરૂં એમાં ખોટું શુંછે. અને ફિલ્મની મારી ભૂમિકા પણ પડકારજનક છે. આ પ્રકારનો રોલ અને એ પણ પ્રાદેશિક ભાષામાં ભાગ્યે જ કરવા મળે છે. અને હું એટલું ચોક્કસ કહીશ ગુજરાત-૧૧ની રિલીઝ બાદ લોકો મને ગ્લેમરસ ગર્લને બદલે એક પીઢ અભિનેત્રી તરીકે ઓળખવા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.