Not Set/ હેટ સ્પીચ પર ભાજપ MLA ટી.રાજાએ આપી પ્રતિક્રિયા, મારુ કોઇ પેજ જ નથી

  ફેસબુક પર હેટ સ્પીચ અંગે વિવાદ હજુ યથાવત છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ બુધવારે બેઠક યોજી હતી. જેમાં ફેસબુક ઇન્ડિયાનાં ચીફ અજિત મોહન સામે આવ્યા હતા. આ પછી, ગુરુવારે, ફેસબુકે એક મોટો નિર્ણય લીધો. જે અંતર્ગત તેલંગાણામાં ભાજપનાં ધારાસભ્ય ટી.રાજા સિંહનાં ફેસબુક પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમના પર નફરત ફેલાવવાનો પણ […]

Uncategorized
41f60dcb5cc5ab7288a5f7ddbdeba6db 1 હેટ સ્પીચ પર ભાજપ MLA ટી.રાજાએ આપી પ્રતિક્રિયા, મારુ કોઇ પેજ જ નથી
 

ફેસબુક પર હેટ સ્પીચ અંગે વિવાદ હજુ યથાવત છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ બુધવારે બેઠક યોજી હતી. જેમાં ફેસબુક ઇન્ડિયાનાં ચીફ અજિત મોહન સામે આવ્યા હતા. આ પછી, ગુરુવારે, ફેસબુકે એક મોટો નિર્ણય લીધો. જે અંતર્ગત તેલંગાણામાં ભાજપનાં ધારાસભ્ય ટી.રાજા સિંહનાં ફેસબુક પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમના પર નફરત ફેલાવવાનો પણ આરોપ હતો. જેના પર રાજા સિંહે હવે પ્રતિક્રયા આપી છે.

ધારાસભ્ય ટી રાજા સિંહે જારી કરેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, તેઓ એપ્રિલ 2019 થી ફેસબુક પર નથી. આવી સ્થિતિમાં ફેસબુકે આજે તેમના કોઈપણ પેજ પર પ્રતિબંધ મૂક્યો નથી. તેમના મતે, 2018 માં તેમનુ ઓફિશિયલ પેજ કોઈએ હેક કર્યું હતું. જે સંદર્ભમાં તેમણે હૈદરાબાદ સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમણે એક પેજ શરૂ કર્યું, જે 2019 માં બંધ થયું હતુ. તેમણે કહ્યું કે જ્યારે તે ફેસબુક પર છે જ નહી ત્યારે કેવી રીતે તેમનુ પેજ ફેસબુકે બૈન કર્યુ. તેમણે પૂછ્યું કે શું આ સમયે ફેસબુક કોંગ્રેસનાં દબાણ હેઠળ કામ કરી રહ્યું છે.

આ કેસમાં ફેસબુકનાં પ્રવક્તાએ કહ્યું કે, કંપનીએ નીતિઓનાં ઉલ્લંઘન કરનાર ભાજપનાં ધારાસભ્ય ટી.રાજાને બૈન કરી દીધા છે, જે હિંસાને પ્રોત્સાહન આપે છે અને અમારા મંચ પર નફરત ફેલાવે છે. આવી સ્થિતિમાં ફેસબુકે સલાહ લીધા બાદ તેમનું ખાતું ડિલીટ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ફેસબુકનો દુરુપયોગ કરનારા અન્ય યુઝર્સને પણ આ મંચ પરથી દૂર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.