Not Set/ કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ, શું છે કારણ જાણો

લોકસભામાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસ પૂરી રીતે બેક ફૂટમાં જોવા મળી રહી છે. જ્યા ચૂંટણીમાં તેના એકપછી એક બધા દાવા ખોટા સાબિત થયા તો બીજી તરફ દેશની જનતાએ પ્રચંડ બહુમત સાથે એકવાર ફરી મોદી સરકાર પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો. કોંગ્રેસ પાર્ટીમાં હાર બાદ પણ મુસિબતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યુ છે […]

Top Stories India
Screenshot 44 કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ, શું છે કારણ જાણો

લોકસભામાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસ પૂરી રીતે બેક ફૂટમાં જોવા મળી રહી છે. જ્યા ચૂંટણીમાં તેના એકપછી એક બધા દાવા ખોટા સાબિત થયા તો બીજી તરફ દેશની જનતાએ પ્રચંડ બહુમત સાથે એકવાર ફરી મોદી સરકાર પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો. કોંગ્રેસ પાર્ટીમાં હાર બાદ પણ મુસિબતોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યુ છે કે, કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ થઇ ગઇ છે. તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટને ડી એક્ટિવેટ કરી દીધુ છે અને બધા ટ્વીટ પણ તેણે ડિલીટ કરી દીધા છે. છેલ્લા ઘણા સમયથી દિવ્યાને સોશિયલ મીડિયા પ્રમુખ પદથી હટાવવાનાં સમાચારો સામે આવી રહ્યા હતા. જો કે તેને એક અફવાહ ગણવામાં આવી હતી. પરંતુ હવે દિવ્યાનાં આ રીતે ટ્વીટર પરથી ગાયબ થવાથી અવનવી અટકળો શરૂ થઇ ગઇ છે.કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ, શું છે કારણ જાણો

કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ થતા અટકળો વધી ગઇ છે. શું દિવ્યાને સોશિયલ મીડિયા પ્રમુખ પદેથી કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવી છે? શું દિવ્યા કોંગ્રેસની હારથી અને ભાજપની પ્રચંડ જીતનાં કારણે ટ્વીટરથી ગાયબ થઇ છે? આવી અનેકો અટકળો સામે આવી રહી છે. જો કે આ અંગે કોંગ્રેસ પાર્ટીની તરફથી કોઇ સત્તાવાર પુષ્ટિ કરાઇ નથી અને બીજી તરફ સ્પંદનાની તરફથી આ સંબંધમાં કોઇ નિવેદન રજુ કરાયું નથી. હાલ એ સ્પષ્ટ થયું નથી કે તેઓ હજુ પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમનો હિસ્સો છે કે નહીં. કોંગ્રેસના મીડિયા વિભાગે સ્પંદનાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવાના સંબંધમાં કોઇપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.

42a4460de5dd4030cc54ce8f3d3773a7 કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગની પ્રમુખ દિવ્યા સ્પંદના ટ્વીટરથી ગાયબ, શું છે કારણ જાણો

સોશિયલ મીડિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ફેન ફોલોવિંગ વધારવાનો પૂરો શ્રેય દિવ્યાને જાય છે. જો ભાજપની વાત કરીએ તો તે ઓનલાઇન મંચો પર મજબૂત છે ત્યારે કોંગ્રેસને સોશિયલ મીડિયા પર મજબુતીથી ઉભું કરવા પાછળ સ્પંદનાનું યોગદાન વધુ મનાય છે. આજે પણ કોંગ્રેસમાં નેતૃત્વને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે શું કોંગ્રેસની નબળી પરિસ્થિતિનું કારણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે? આવા ઘણા સવાલો છે જેનો કોંગ્રેસને હલ લાવવો ઘણો જરૂરી બન્યો છે.