Not Set/ IND vs WI/ ઇજાગ્રસ્ત ધવનને સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.આ સીરીઝમાં ઇજાગ્રસ્ત થયેલા ઓપનર શિખર ધવનને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે અને તેના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સુરતમાં મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન ફિલ્ડિંગમાં શિખર ધવનને ઈજા થઈ હતી. ડાબા પગના ઘૂંટણમાં ઊંડો ઘા વાગતા તેને 20 […]

Top Stories Sports
Untitled 104 IND vs WI/ ઇજાગ્રસ્ત ધવનને સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.આ સીરીઝમાં ઇજાગ્રસ્ત થયેલા ઓપનર શિખર ધવનને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે અને તેના સ્થાને મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સુરતમાં મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન ફિલ્ડિંગમાં શિખર ધવનને ઈજા થઈ હતી. ડાબા પગના ઘૂંટણમાં ઊંડો ઘા વાગતા તેને 20 ટાંકા લેવા પડ્યા હતા.

બીસીસીઆઈ સચિવ જય શાહના જણાવ્યા પ્રમાણે સિલેક્શન કમિટીની એક બેઠકમાં મયંક અગ્રવાલને ઈજાગ્રસ્ત ધવનના સ્થાને ટીમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમે ધવનનું ચેકઅપ કર્યું હતું અને તેની ઈજામાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો હોવાથી તેને સંપૂર્ણ ફિટ થવામાં થોડો સમય લાગી શકે છે તેવું તારણ બહાર આવ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવાનારા મયંકને પ્લેયિંગ ઈલેવનમાં સમાવવામાં આવે છે તો તે પોતાની કારકિર્દીની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. અત્યાર સુધીમાં મયંકે 9 ટેસ્ટ મેચ રમી છે અને 13 ઈનિંગ્સમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ તેણે ઈન્દોરમાં 243 રનની દમદાર ઈનિંગ રમી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 15 ડિસેમ્બરથી વન-ડે સીરિઝ પ્રારંભ થશે. પ્રથમ વન-ડે ચેન્નઈમાં રમાશે જ્યારે બીજી 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી 22 ડિસેમ્બરના કટકમાં રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છે :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.