Russia-Airstrike/ સીરિયામાં રશિયાનો ભયાનક હવાઈ હુમલોઃ 13ના મોત

રશિયાએ આ વર્ષે સીરિયામાં Syria Airstrike અત્યાર સુધીનો તેનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં સીરિયાના 13 લોકોના મોત થયા છે અને 60થી પણ વધુ લોકો ઇજા પામ્યા છે.

Top Stories World
Russia Airstrike સીરિયામાં રશિયાનો ભયાનક હવાઈ હુમલોઃ 13ના મોત

રશિયાએ આ વર્ષે સીરિયામાં Syria Airstrike અત્યાર સુધીનો તેનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં સીરિયાના 13 લોકોના મોત થયા છે અને 60થી પણ વધુ લોકો ઇજા પામ્યા છે. ઇજાગ્રસ્તોનો આંકડો જોતા મૃત્યુઆંક વધી શકે છે. આ હુમલો આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો ભયાનક હુમલો મનાય છે. મૃત્યુ પામનારાઓમાં નવ નાગરિકો અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઈદલિબ ક્ષેત્રના જિસ્ત્ર અલ-શુગુરમાં Syria Airstrike એક ફળ અને શાકભાજી માર્કેટમાં મોટાભાગના લોકો માર્યા ગયા છે. બ્રિટેન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના વડા રામી અબ્દેલ રહેમાને આ હુમલાને સીરિયામાં આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.

આ હુમલામાં બચી ગયેલા 35 વર્ષના સાદે Syria Airstrike હુમલાના ભયાનક દ્રશ્યની વાત કરી. વ્યવસાયે મજૂર સાદે જણાવ્યું કે કેવી રીતે તેણે હુમલા બાદ ઘાયલોને બચાવવાનો પ્રયત્ન કર્યો. સાદે જણાવ્યું કે હુમલા સમયે તે ગાડીમાંથી ટામેટાં અને કાકડી ઉતારી રહ્યો હતો. ત્યારે જ રશિયન સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. થોડી જ વારમાં બધું સમાપ્ત થઈ ગયું. દરેક જગ્યા પર લોકો બૂમો પાડી રહ્યા હતા. લોહીથી લથપથ લોકો રસ્તા પર પડ્યા હતા.

સાદે કહ્યું કે તેને ઘાયલ થયેલા લોકોને બચાવવા Syria Airstrike માટે દરેક પ્રકારે પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ મૃતદેહ અને ઘાયલ લોકો નજર આવી રહ્યા હતા. થોડીવાર બાદ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

અબ્દેલ રહમાને જાણકારી આપતા કહ્યું કે બે અલગ અલગ Syria Airstrike જગ્યા પર હુમલા કરવામાં આવ્યા. જિસ્ત્ર અલ શુગુરમાં રશિયાના હવાઈ હુમલામાં 6 સામાન્ય નાગરિકો સિવાય રશિયાના હવાઈ હુમલામાં ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા. બીજો હુમલો ઈદલિબ શહેરના બહારના વિસ્તારમાં થયો. આ હુમલામાં બે બાળકો સહિત 3 નાગરિકો અને એક બળવાખોરનું મોત થયું.

 

આ પણ વાંચોઃ PM Modi-Biden/ પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિની કઈ ટ્વીટનો જવાબ આપ્યો

આ પણ વાંચોઃ Bus Accident/ ઓડિશામાં બે બસ વચ્ચે અથડાતા 12 લોકોના મોત; છ ઘાયલ

આ પણ વાંચોઃ પ્રહાર/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ફરી એકવાર ઈન્ટરનેટ પ્રતિબંધ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો

આ પણ વાંચોઃ પ્રહાર/ રક્ષા મંત્રી રાજનાથનો વિપક્ષ પર પ્રહાર,’લોકતંત્રની હત્યા થઈ તો ચૂંટણી કેવી રીતે જીતી…’