ચાલુ ગરબામાં હત્યા / સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામે ગરબા દરમિયાન જાહેરમાં યુવક પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રિમાં ગરબામાં યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે

Reporter Name: સચિન પીઠવા સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રિના ગરબામાં યુવકની હત્યાથી ચકચાર મચી છે. ગરબા દરમિયાન છરી વડે જીવલેણ હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જેની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે નવરાત્રિમાં ગરબામાં યુવક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. એક જ સમાજમાં થયેલી જુની અદાવતે યુવકની હત્યા કરાયાની આશંકા સેવાઇ રહી છે. ગરબા દરમિયાન છરી વડે જીવલેણ હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ ચકચારી બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતોઅનુસાર 22 વર્ષીય વિજય લોરીયાને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતું. નવરાત્રિમાં ચાલુ ગરબા દરમિયાન હુમલાખોર છરીથી યુવક પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જેથી હુમલામાં ઈજાગ્રસ્ત યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ હત્યાની ઘટના બાદ મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વિઠ્ઠલગઢમાં હત્યાની ઘટના બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment