Not Set/ જૂનાગઢ: પ્રેમપરામાં વાડીમાં ખેતમજૂર પર દીપડાનો હુમલો

જૂનાગઢ, જૂનાગઢમાં વિસાવદરના પ્રેમપરા ગામમાં વાડીમાં ખેતમજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો..સવારે રમેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયાની વાડીએ ખેત મજૂરી કરતાં 19 વર્ષિય રાજુ સોનુભાઈ તેને વિસાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રમેશભાઈની વાડી આંબાજળ નદીના કાંઠે આવેલી છે તેની વાડીએ ખેતમજૂરી માટે આવેલા રાજુને વાડીના સેઢા પાસે સંતાયેલ દીપડાએ હુમલો કર્યો હતો. રાજુભાઈએ તેનો પ્રતિકાર કરતાં […]

Gujarat Others Trending

જૂનાગઢ,

જૂનાગઢમાં વિસાવદરના પ્રેમપરા ગામમાં વાડીમાં ખેતમજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો..સવારે રમેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયાની વાડીએ ખેત મજૂરી કરતાં 19 વર્ષિય રાજુ સોનુભાઈ તેને વિસાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રમેશભાઈની વાડી આંબાજળ નદીના કાંઠે આવેલી છે તેની વાડીએ ખેતમજૂરી માટે આવેલા રાજુને વાડીના સેઢા પાસે સંતાયેલ દીપડાએ હુમલો કર્યો હતો.

રાજુભાઈએ તેનો પ્રતિકાર કરતાં દીપડો ભાગી તો ગયો હતો પરંતુ સાથે સાથે તે ઈજાગ્રસ્ત પણ થયા હતાં..માલિકને જાણ થતાં તેઓ તેને વિસાવદર હોસ્પિટલ લઈ ગયા હતાં..