Not Set/ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 40 કેસ,રિકવરી રેઈટ 94.07

રાજકોટના છેલ્લા ચાર દિવસથી કરુણાનો નવા કેસનો આંકડો 40 આસપાસ યથાવત રહ્યો તે જોતા ધીરે ધીરે કોરોના ની સ્થિતિ પર રાજકોટ તંત્ર દ્વારા કાબુ મેળવવામાં આવ્યોતે જોતા ધીરે ધીરે કોરોના ની

Top Stories Gujarat Rajkot

રાજકોટના છેલ્લા ચાર દિવસથી કરુણાનો નવા કેસનો આંકડો 40 આસપાસ યથાવત રહ્યો તે જોતા ધીરે ધીરે કોરોના ની સ્થિતિ પર રાજકોટ તંત્ર દ્વારા કાબુ મેળવવામાં આવ્યોતે જોતા ધીરે ધીરે કોરોનાની સ્થિતિ પર રાજકોટ તંત્ર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.રાજકોટમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નવા 40 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં બોલ પોઝિટિવ કેસ 39871 પર પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધીના કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 37401 થાય છે.

તા. 16/05/2021 ના કુલ ટેસ્ટ :- 4791
કુલ પોઝિટિવ :- 372
પોઝિટીવ રેઈટ :- 7.76 %
તા. 16/05/2021 ના કુલ ડીસ્ચાર્જ :- 518

આજે તા. 17/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 40
કુલ પોઝિટિવ કેસ :- 39871
કુલ ડિસ્ચાર્જ : 37471
રિકવરી રેઈટ : 94.07 %
કુલ ટેસ્ટ :- 1098610
પોઝિટિવિટી રેઈટ :- 3.63 %

બેડની ઉપલબ્ધિ પણ વધી

રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ઘટતા બેડની ઉપલબ્ધિ પણ વધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી હોસ્પિટલને હાલ બંધ કરી દેવાઈ છે. સિવિલમાં વેન્ટિલેટર સહિતના બેડ ખાલી થઈ રહ્યા છે. તબીબી અધિક્ષક ડો. ત્રિવેદીના જણાવ્યા અનુસાર હવે કોરોનાના દર્દી સિવિલ અને સમરસમાં જ સારવાર લઈ રહ્યા છે.કેન્સર હોસ્પિટલમાંથી કોવિડના દર્દીઓ ઘટી જતા શિફ્ટ કરી દેવાયા છે અને હવે ત્યાં આરઆઈસીયુ ચાલુ કરાયું છે એટલે કે ત્યાં કોરોના નેગેટિવ આવેલા પણ હજુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓની પોસ્ટ કોવિડ સારવાર ચાલી રહી છે.

વેક્સિનેશન બે દિવસ બંધ 

આગામી સમય દરમિયાન તાઉ-તે વાવાઝોડાની મહતમ અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને પગલે  બે દિવસ 17 અને 18 મેના રોજ શહેરના તમામ વેક્સિન કેન્દ્રો ખાતે વેક્સિનેશન કામગીરી બંધ રહેશે. જેની શહેરીજનોએ નોંધ લેવી તેવું મનપાએ સત્તાવાર જાહેર કર્યું છે.