મહત્વકાંક્ષી યોજના/ “નલ સે જલ” યોજનાનાં તો સરકારે અમલી કરી દીધી પણ શું તમે જાણો છો આ સંપૂર્ણ યોજના વિશે ? 

ગુજરાતમાં છેવાડાના વિસ્તાર સુધી પોતાના ઘર સુધી પાણી પૂરૂં પાડવા કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ નલ સે જલ યોજના અમલી બની છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી

Top Stories Gujarat Others
nal se jal "નલ સે જલ" યોજનાનાં તો સરકારે અમલી કરી દીધી પણ શું તમે જાણો છો આ સંપૂર્ણ યોજના વિશે ? 

@અરૂણ શાહ ,મંતવ્યન્યૂઝ , અમદાવાદ……

ગુજરાતમાં છેવાડાના વિસ્તાર સુધી પોતાના ઘર સુધી પાણી પૂરૂં પાડવા કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ નલ સે જલ યોજના અમલી બની છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારની ઘેર-ઘેર નલ અને નલ સે જલ યોજના અમલી બનાવવાનું પ્રણ લીધું છે.. પરંતુ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના કારણે યોજનાના અમલીકરણમાં ગુજરાત પાછળ રહ્યું છે.

Nal Se Jal. 5 Challenges That The Defining Scheme for the Next 5 Years faces

મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકાર નલ સે જલ યોજનાના અમલના માધ્યમથી ઘેર-ઘેર નલ અને નલ સે જલ પહોંચાડવા કટિબદ્ધ છે. પરંતુ વહીવટીતંત્રની વિલંબનીતિના કારણે આજની સ્થિતિએ હજી રાજ્યના 17,57 લાખ પરિવારો સુધી નલ સે જલના માધ્યમથી પીવાના શુદ્ધ પાણી પહોચી શક્યા નથી.

Is 'Nal se Jal' Just a Pipe Dream?

ગુજરાતમાં અમલી બનેલી નલ સ જલ યોજના કેન્દ્ર પુરસ્કૃત જળ જીવન મિશન પ્રોજેક્ટની યોજના છે. જળ જીવન મિશનની જાહેર થયેલી માહિતી મુજબ દેશનું ગોવા રાજ્ય સૌ-પ્રથમ રહ્યું છે કે જ્યાં યોજના સંપૂર્ણ કરીને તમામ પરિવારો સુધી લાભ આપવામાં આવ્યો છે. તેલંગાણામાં 69.80 ટકા સિદ્ધિ સાથે બીજા ક્રમે છે તો બિહારે પણ 57.77 ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાતે આ યોજના હેઠળ કરેલી કામગીરી જોઇએ..

ગુજરાતમાં 93 લાખ પરિવારોને મળ્યો યોજનાનો લાભ
નલ સે જલ યોજનાના લાભ 75.35 પરિવારને મળ્યો
જલ જીવન મિશનના પ્રારંભેનો લાભ 65.16 લાખ પરિવાર લીઘો
નલ સે જળ યોજનામાં ગુજરાતમાં 10.18 લાખ જોડાણ થયા
17.57 લાખ જોડાણ હજી પણ બાકી

Nal se Jal': Water, sanitation may attract ₹6.3 trn investment in 5 years

ગોવા-તેલંગાણા-બિહાર ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યો પંજાબ અને મિઝોરમમાં પણ યોજનાનો અમલ ગુજરાત કરતાં વધુ પ્રમાણમાં થયો છે. પરંતુ ગુજરાતમાં નલ સે જલની વાસ્તવિક્તા વિલંબમાં પડતાં સરકારની નેમ છતાં વહીવટીતંત્રની વિલંબનીતિના કારણે યોજનાના અમલીકરણમાં ગુજરાતની પીછેહઠ રહી છે..ત્યારે હવે વહીવટીતંત્ર સક્રિયતા દાખવી સરકારની નેમ પૂર્ણ કરશે તો ગુજરાતના દરેક પરિવાર સુધી નલ સે જલના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી પૂરાં પાડી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…