Cyber Crime/ સાયબર આશ્વસ્ત – 1 વર્ષમાં 5167 લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા 11 કરોડ અપાવ્યા પરત

ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનાં આ યુગમાં એક તરફ જીવન ઝડપી બની ગયુ છે પરંતુ બીજી તરફ લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી પણ વધી ગઈ છે તેવામાં આ પ્રકારની ઠગાઈ

Top Stories Gujarat Others
Himmat Thakkar 41 સાયબર આશ્વસ્ત - 1 વર્ષમાં 5167 લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા 11 કરોડ અપાવ્યા પરત

સાઈબર ક્રાઈમને અટકાવાયો
સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ

ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનાં આ યુગમાં એક તરફ જીવન ઝડપી બની ગયુ છે પરંતુ બીજી તરફ લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી પણ વધી ગઈ છે તેવામાં આ પ્રકારની ઠગાઈ અટકાવવા માટે સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ એક વર્ષ પહેલા શરૂ કરાયો. એક વર્ષમાં આ પ્રોજેક્ટ હેઠળ લોકોના કરોડો રૂપિયા પરત અપાવવામાં આવ્યા.

Himmat Thakkar 43 સાયબર આશ્વસ્ત - 1 વર્ષમાં 5167 લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા 11 કરોડ અપાવ્યા પરત

સાયબર આશ્વસ્ત

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને એક વર્ષ થયો પૂર્ણ
1 વર્ષમાં 5167 લોકોનાં 11 કરોડ પરત અપાવ્યા
24 કલાક કાર્યરત સાયબર ક્રાઈમ ઈન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ
સો. મીડિયા ક્રાઈમ અટકાવવા એન્ટિ સાયબર ક્રાઈમ યુનિટ

આધુનિક યુગમાં ટેક્નોલોજીનાં ઉપયોગ સાથે તેનાં દૂરઉપયોગ પણ વધી રહ્યા છે. ફ્રોડસ્ટર દ્વારા અનેક રીતે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે તેવામાં ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે એક વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો જેનાં થકી નાણાંકિય ઠગાઈના ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલીક મદદરૂપ થવાય અને તેનાં ગયેલા રૂપિયા જે-તે બેંક ખાતામાં જ ફ્રિજ કરી તેને પરત અપાવી શકાય.

zzas1 4 સાયબર આશ્વસ્ત - 1 વર્ષમાં 5167 લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા 11 કરોડ અપાવ્યા પરત

છેંતરપિડી કરીને પૈસા પડાવતા
ઠગાઈ કરતા લોકોને અટકાવાયા

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે..સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યુ છે..જેમાં ગુગલ પર હજારો ફેક વેબસાઈટ પરથી નંબર લઈ લોકો મદદ માટે ફોન કરે છે તેવામાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારનાં ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવાય છે. સાયબર ક્રાઈમે એક વર્ષમાં 250 થી વધુ ફેક વેબસાઈટ પણ બંધ કરી છે.

1st 64 સાયબર આશ્વસ્ત - 1 વર્ષમાં 5167 લોકોનાં સાયબર ફ્રોર્ડમાં ગયેલા 11 કરોડ અપાવ્યા પરત

લોકોના કરોડો રૂપિયા આવ્યા પાછા
100 નંબર પર ફોન કરી નોંધાય છે ફરિયાદ

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમ ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટિ સાયબર ક્રાઈમ બુલિંગ યુનિટ, સાયબર સુરક્ષા લેબ તેમજ લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત છે. સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિ 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરે તો તેની રકમ પરત મળી શકતી હોવાથી સાયબર ક્રાઈમ બ્રાન્ચ લોકોને ત્વરીત ઈમરજન્સી નંબર 100 પર ફોન કરીને ઠગાઈની ફરિયાદ લખાવે તેવી અપીલ કરી છે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…