Not Set/ ગરમીનો પ્રકોપ યથાવત્, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ જારી

સુરત, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર જઈ શકે છે. જેને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે – રવિવારે અને સોમવારે પારો અનુક્રમે 43 અને 42 ડીગ્રી રહેવાની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. […]

Top Stories Gujarat Surat
modi 11 ગરમીનો પ્રકોપ યથાવત્, સુરતમાં આજે ઓરેન્જ એલર્ટ જારી

સુરત,

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે તાપમાનનો પારો 44 ડીગ્રીને પાર જઈ શકે છે. જેને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે – રવિવારે અને સોમવારે પારો અનુક્રમે 43 અને 42 ડીગ્રી રહેવાની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની જાહેરાતને પગલે તમામ આરોગ્ય કેન્દ્રો અને બસ સ્ટોપ પર ORS અને બરફની બેગ તેમજ ઠંડા પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ઉપરાંત ઠંડક માટે તમામ બાગ બગીચા બપોરના સમયે પણ ખુલ્લા રહેશે.સ્થિતિની ગંભીરતાને જોતા સુરત આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આટલા કપરા સમયમાં પણ રાંદેર ઝોનમાં GEB દ્વારા પાવર કાંપની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોશ વ્યાપી ગયો છે.