Not Set/ પીએમ મોદીએ કનૌજમાં વિપક્ષ પર પ્રહારો કરતા જનતાની જીતને બતાવી નિશ્ચિત

કનૌજ, આજે પીએમ મોદીએ યુપીનાં કનૌજમાં લોકોને સંબોધિત કરતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે,  ગત દિવસે કાશીનાં લોકોએ અવસરવાદી અને મહામિલાવટવાદીઓનાં હોશ ઠેકાણે લાવી દીધા હતા. તમે તેમના હાલ બેહાલ કરી દીધા છે. સાથે વડાપ્રધાન મોદીએ જનતાની જીતને નિશ્ચિત કરવાના રાગ આલોપતા કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે તમે બધા વિજયનો […]

Top Stories India Politics
namo 54566 પીએમ મોદીએ કનૌજમાં વિપક્ષ પર પ્રહારો કરતા જનતાની જીતને બતાવી નિશ્ચિત

કનૌજ,

આજે પીએમ મોદીએ યુપીનાં કનૌજમાં લોકોને સંબોધિત કરતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે,  ગત દિવસે કાશીનાં લોકોએ અવસરવાદી અને મહામિલાવટવાદીઓનાં હોશ ઠેકાણે લાવી દીધા હતા. તમે તેમના હાલ બેહાલ કરી દીધા છે. સાથે વડાપ્રધાન મોદીએ જનતાની જીતને નિશ્ચિત કરવાના રાગ આલોપતા કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે તમે બધા વિજયનો ડંકો વગાડવા અહી આવ્યા છો.

વડાપ્રધાન મોદીએ કનૌજ પહોચતા પહેલા હેલિપેડ પર લોકો સાથે વાત કરી હતી. જ્યા તેમણે સીનિયર લોકોને પુછ્યુ કે, શું છે ચુંટણીનો માહોલ? ત્યારે તેમણે કહ્યુ કે, અમે તો ચુંટણી નથી લડવાના, ભાજપા પણ નથી લડવાની અને કોઇ ઉમેદવાર પણ ચુંટણી નથી લડવાનો. આ ચુંટણી તો ઉત્તર પ્રદેશની જનતાની છે. પીએમ મોદીએ કનૌજની ધરતી પરથી લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, આજે મોદીનાં પ્રચાર તે ખેડૂતો કરી રહ્યા છે જેને પીએમ કિસાન યોજનાથી મદદ મળી. આજે મોદીનો પ્રચાર એ પરિવાર કરી રહ્યા છે જેના દિકરા માતૃભૂમિના રક્ષણ માટે છે, જેને બુલેટપ્રુફ જેકેટ અને હથિયાર મોદીએ આપ્યા છે. તેમણે સપા બસપા પર પ્રહારો કરતા કહ્યુ કે, આ પાર્ટીઓ શું એકવાર પણ આતંકવાદ પર કઇ બોલી છે ખરા? સપા બસપા મોદીને ગાળો આપી શકે છે પણ આતંકવાદને એકપણ ગાળો આપી શકે છે? શું તેઓ આતંકવાદીઓથી ડરે છે કે પછી તેમને બચાવવા ચુપ બેઠા છે.

નરેન્દ્ર મોદીએ ભાવી પ્રધાનમંત્રી માની રહેલા પર શાંબ્દિક પ્રાહોર કરતા કહ્યુ કે, આ લોકોએ દેશ કે જવાનોની રક્ષાની કોઇ યોજના સામે રાખી છે?  જે લોકો પાકિસ્તાનનાં હિરો બનવા માંગ છે તેમની પાસે શું આશા રાખી શકાય. સાથે તેમણે જનતાને કહ્યુ કે, આજનું હિંન્દુસ્તાન હવે ડરશે નહી. આ નવુ હિંન્દુસ્તાન છે જે આતંકીઓને તેના ઘરમાં જઇને મારી શકે છે. આપણા દેશના વીર શહીદોએ દેશનાં ઝંડાને લઇને આઝાદીની લડાઇ લડી હતી. તે સ્વરાજ માટે લડ્યા હતા, આપણે સુરાજ માટે લડવાનું છે. પીએમ મોદીએ ખેડૂતોને લઇને બનાવવામાં આવેલી કિસાન યોજનાની વાત કરતા કહ્યુ કે, ઘણા લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનાં પૈસા મોદી ચુંટણી જીતી ગયા બાદ પાછા લઇ લેશે. જેનો સીધો અર્થ એ થાય છે કે તેમણે માની લીધુ છે કે 23 મે નાં રોજ મોદીની જ સરકાર બનશે.