Due to the harassment of usurers/ વ્યાજખોરો પર ત્રાટકતી પોલીસઃ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે

અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે પોલીસ કમિશ્નરે વ્યાજખોરો સામે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. આ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે. આના પગલે અમદાવાદના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Top Stories Gujarat
Usurers વ્યાજખોરો પર ત્રાટકતી પોલીસઃ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે
  • હર્ષ સંઘવીએ ચૂંટણી પહેલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા આદેશ આપી હતી
  • અમદાવાદ પોલીસ જેવી કાર્યવાહી આગામી સમયમાં બીજી પોલીસ પણ કરશે
  • અમદાવાદમાં વ્યાજખોરો સામેની સ્પેશ્યલ ડ્રાઇવનું લોકોએ કર્યુ સ્વાગત
  • દરેક વોર્ડમાં નાગરિક વ્યાજખોર સામે સીધી ડીસીપીને ફરિયાદ કરી શકશે
  • શહેરના દરેક વિસ્તારના ડીસીપી વ્યાજખોરો સામેની કાર્યવાહીના નોડલ ઓફિસર

Usurers: અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે પોલીસ કમિશ્નરે વ્યાજખોરો (Usurers)સામે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કર્યુ છે. આ સ્પેશ્યલ ડ્રાઇવ 31 જાન્યુઆરી સુધી ચાલશે. આના પગલે અમદાવાદના વ્યાજખોરોમાં (Usurers)ફફડાટ વ્યાપી ગયો છે. આ સ્પેશ્યલ ડ્રાઇવમાં વ્યાજખોરોને લગતી બધી જ ફરિયાદો પર પગલાં લેવાનો કમિશ્નરે નિર્ણય લીધો છે. તેના પગલે કોઈપણ વ્યાજખોરને છોડાશે નહી તેવો હુંકાર કમિશ્નરે કર્યો છે. આના પગલે ડરી ગયેલા કેટલાક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું માનવામાં આવે છે.

રાજ્યમાં વ્યાજખોરોના (Usurers)લીધે લોકોની વધતી જતી આત્મહત્યાઓની હવે સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે હવે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ફક્ત અમદાવાદ જ નહી સમગ્ર રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ વકરી રહ્યુ છે. વ્યાજખોરો સામાન્ય માણસોને રૂપિયા આપીને આડેધડ વ્યાજ વસૂલતા હોવાનો દેકારો મચ્યો છે.

આના પગલે અમદાવાદના તમામ ઝોનના ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેના લીધે લોકો વ્યાજખોરોની (Usurers)સામેની ફરિયાદને લઈને સીધા નોડલ ઓફિસરને મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમા ચક્રવૃદ્ધિ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નાગરિકો જરૂરી દસ્તાવેજો સાથે સીધા જ ડીસીપીને મળીને ફરિયાદ કરી શકશે. આમ હવે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો માટે સરકારના આ પગલાં મોટી રાહત બનીને આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો હોવાથી ગયા ડિસેમ્બરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરી અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે વ્યાજખોરોનો ત્રાસ ચલાવી નહી લેવાય અને વ્યાજખોરોના ત્રાસના મામલે જે અરજીઓ મળે છે તેના પર ગુજરાત પોલીસ કડક હાથે કામ કરી રહી છે. તેના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નરે લીધેલા પ્રજાલક્ષી નિર્ણયને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે તો વ્યાજખોરોમાં હવે પોલીસની ફડક પેઠી છે.

Buldozer Baba/ બુલડોઝર બની શકે છે શાંતિનું પ્રતીક: યોગી આદિત્યનાથ

ઉત્તર ભારતનો કોલ્ડ ટેસ્ટઃ દિલ્હીમાં વિક્રમજનક ઠંડીઃ તાપમાન 2.8 ડિગ્રી

 Twitter-Meta બાદ હવે Amazon 18 હજાર કર્મચારીઓની કરશે છટણી,જાણો વિગત

હલ્દવાનીના 50 હજાર લોકોના જીવન પર સંકટ! હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાન પણ શ્રીલંકાના નકશે કદમ પર! ગેસ સિલિન્ડરની કિમત 10 હજાર,કર્મચારીઓને સેલેરી પણ આપવામાં ફાંફા