Politics/ કોંગ્રેસ હાઇકમાન્ડના દરેક નિર્ણય સ્વીકાર્ય : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ

કેટલાક સમયથી કેપ્ટન અને સિદ્વુ વચ્ચે શાબ્દિક યુદ્વ અને આંતરિક મતભેદ પરાકાષ્ઠા પર પહોચ્યું હતું ,પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વધુ છે

Top Stories
મોજૂોગલ કોંગ્રેસ હાઇકમાન્ડના દરેક નિર્ણય સ્વીકાર્ય : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાન વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ સોનિયા ગાંધી સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સીએમ અમરિંદરએ કહ્યું કે સોનિયા ગાંધીનો દરેક નિર્ણય તેમને સ્વીકાર્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક એક સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છે. નવજોતસિંહ વિશે  જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના વિશે કોઈ માહિતી નથી.

અમરિંદર સિંહે કહ્યું કે, હું કોંગ્રેસ અધ્યક્ષને મળવા આવ્યો હતો, પક્ષની આંતરિક બાબતો, પંજાબના વિકાસના મુદ્દે ચર્ચા કરી હતી. જ્યાં સુધી પંજાબની વાત છે,  તેઓ જે પણ નિર્ણય લેશે તે માટે તૈયાર છીએ. અમે આગામી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.કેપ્ટને વધુમાં કહ્યું કે, ‘હું સિદ્ધુ પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, હું પાર્ટીને મજબૂત બનાવવા માટે આવ્યો છું.’ તેમણે પંજાબ કોંગ્રેસમાં કોઈ પણ વાતને સ્પષ્ટપણે નકારી હતી.

ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી કેપ્ટન અને સિદ્વુ વચ્ચે શઆબ્દિક યુદ્વ અને આંતરિક મતભેદ પરાકાષ્ઠા પર પહોચ્યું હતું ,પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વધુ છે તેના માટે પાર્ટીએ એક સમિતિ પણ રચી હતી.સમિતિના રિપોર્ટના આધારે અનેક ધારાસભ્યો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ સિદ્વુ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.