ગોળીબાર/ ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં ટાઇમ્સ સ્ક્વેરમાં એક મોટી દુર્ઘટના બની છે. રિપોર્ટ અનુસાર, અહી ફાયરિંગ થઈ રહી છે. આ હુમલામાં 3 લોકોને ગોળી વાગી હતી.

Top Stories World
123 157 ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં ટાઇમ્સ સ્ક્વેરમાં એક મોટી દુર્ઘટના બની છે. રિપોર્ટ અનુસાર, અહી ફાયરિંગ થઈ રહી છે. આ હુમલામાં 3 લોકોને ગોળી વાગી હતી. જેમાં 4 વર્ષની બાળકી સહિત બે મહિલાઓને ગોળી વાગી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર, શૂટિંગ સ્ટ્રીટનાં ચાર રસ્તા પર થયુ હતુ.

123 158 ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

વિદેશ કૂટનીતિ / પાકિસ્તાનને હવે સમજાયું, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ભારતનો આંતરિક મામલો

પોલીસે જણાવ્યું હતું કે, બે મહિલા સહિત એક બાળકી, જેને ગોળી વાગી છે, તે લોકો ત્યા ફરવા માટે આવ્યા હતા. બાળક અને મહિલાને ગોળી ત્યારે વાગી જ્યારે તેના પરિવારજનો રમકડાં ખરીદતા હતા. ત્રણેય લોકોનાં પગમાં ગોળી વાગી છે. બાળકની ઉંમર 4 વર્ષ છે. વળી, એક મહિલા 46 વર્ષની અને બીજી મહિલા 23 વર્ષની છે. તે બધા રોડ આઇલેન્ડનાં રહેવાસી છે.મળી રહેલી માહિતી અનુસાર, ગોળી વાગ્યા બાદ ત્રણેયને મેનહૈટન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ક્ષણે તેઓ બધા Out of Danger છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શૂટરને શોધી કાઢવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ન્યૂયોર્ક શહેરનાં મેયર બિલ ડે બ્લાસિયોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, આ સંવેદનશીલ હિંસાનાં ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે અને આ હુમલા પર ન્યાય ચોક્કસ મળશે.

123 159 ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

કોરોનાથી હાહાકાર / દિલ્હીમાં કોરોનાનાં કેસ વધતા લોકડાઉન વધી શકે છે, CM કેજરીવાલ આજે કરી શકે છે એલાન

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ગોળીબારમાં ઘાયલ થયેલા ત્રણેય લોકોની કોઈ ભૂલ નથી. પોલીસનાં જણાવ્યા મુજબ ગોળીબારની ઘટના એક વિવાદને લઈને બની છે. ન્યૂયોર્કનાં પોલીસ કમિશનર ડર્મોટ શી એ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ત્રણ ઇજાગ્રસ્તોની મેનહૈટન હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ત્રણેય હાલમાં જોખમથી બહાર છે. તેમણે જણાવ્યું હતું કે, ગોળીબાર બે થી ચાર શખ્સો વચ્ચે થયેલી દલીલ બાદ કરવામાં આવી હતી. સાંજ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસે સાક્ષીઓ માટે અપીલ જારી કરી અને એક વ્યક્તિનાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે.

sago str 7 ન્યૂયોર્કનાં ટાઇમ્સ સ્ક્વેરમાં ફાયરિંગ, એક બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત