વડોદરા/ મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મને લઇ ઘમાસાણ, સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા

મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મને લઇ ઘમાસાણ, સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા

Top Stories Gujarat Others
corona 33 મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મને લઇ ઘમાસાણ, સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ રાજકીય વાતાવરમાં ગરમાવો લાવી દીધો છે. ત્યારે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોએ ભરેલા ફોર્મ ની આજ રોજ 8 ફેબ્રુઆરીના રોજ ચકાસણી ચાલી રહીછે. ત્યારે રાજકોટ વડોદરા અને જામનગર ખાતે કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા ખાતે ફોર્મ ચકાસણી ઓફિસમાં ઘમાસાણ મચ્યું છે. અને તોડફોડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડીયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે  વડોદરા મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટીકીટ નહિ આપવામાં આવતા અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.  અને તેમના ઉમેદવારી પત્રમાં તેમના બાળકોને ને લઈને વિવાદ સામે આવ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ મજબૂત વાંધા રજુ કર્યા છે. દિપક શ્રીવાસ્તવની કેટલીક મિલ્કતોનો વેરો ભરવાનો બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે. બાકી વેરા અંગે પણ ભાજપે દિપક શ્રીવાસ્તવ સામે વાંધા રજૂ કર્યા છે. જેને લઈને દિપક શ્રીવાસ્તવના સમર્થકોનો કચેરીમાં હોબાળો મચાવ્યો છે. અને દિપકના નારાજ સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા  હોવાનું જાણવા મળ્યું છે.

જયારે વડોદરાનાં વોર્ડ 12ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ  પણ રદ્દ કરવામાં આવ્યું છે. અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરને પણ ભાજપે ટીકીટ નહિ આપતા અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. અધુરી વિગતોને પગલે ચુંટણી અધિકારીએ રજુ ઠક્કરનું ફોર્મ  રદ્દ કર્યું છે. ભાજપથી નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડીને નારાજ રાજુ ઠક્કરે અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના દીકારા  દીપક શ્રીવાસ્તવના બાળકોને લઇ ને ઉભા થયેલા વિવાદ અંગે પૂછતા  અકળાઈ ઉઠ્યા હતા. અને મીડિયા કર્મીઓને જાહેરમાં કેમેરા સામે ધમકી પણ ઉચ્ચારી હતી.

વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ