Ahmedabad/ ગુજરાતથી પંજાબ લઈ જવાઈ રહેલો પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો

પંજાબ પોલીસે ગુજરાતના અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા પાડીને 14.72 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગાલાસ ફાર્માસ્યુટિકલ કંપનીના વેરહાઉસ તથા અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં આરોપીઓ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબના તરનતારનમાંથી 12 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ વિરૂધ્ધ શરૃ કરેલી કાર્યવાહીનો આ ભાગ છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રિત […]

Gujarat Ahmedabad
પંજાબ

પંજાબ પોલીસે ગુજરાતના અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા પાડીને 14.72 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગાલાસ ફાર્માસ્યુટિકલ કંપનીના વેરહાઉસ તથા અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.

તપાસમાં આરોપીઓ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબના તરનતારનમાંથી 12 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ વિરૂધ્ધ શરૃ કરેલી કાર્યવાહીનો આ ભાગ છે.

અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રિત સિંહ ભુલ્લર તથા એડિશનલ પોલીસ કમિસનર અભિમન્યુ રાણાના જણાવ્યા મુજબ પોલીસ અલગ અલગ ગેંગના શખ્સોને ઝડપી લેવા માટે અલગ અલગ ઠેકાણે દરોડા પાડી રહી છે. જેમાં મોટી સંખ્યામાં પ્રતિબંધિત ગોળીઓ તથા કેપ્સ્યુલ્સ મળી આવી છે. આ સંદર્ભે બે આરોપીને જેલ હવાલે કરાયા છે અને પ્રોડક્શન વોરન્ટને આધારે અટક કરવામાં આવી છે.

બીજીતરફ પંજાબથી ઝડપાયેલા આરોપીઓની ઓળખ બલજીંદર સિંહ, આકાશ સિંહ, ગુરપ્રિત સિંહ અને હરિકેના રહેવાસી મેજર સિંહ તરીકેની થઈ છે. આરોપી મેજર સિંહ ગોઈંદવાલ જેલમાં બંધ હતો અને જેલમાંથી મોબાઈલ મારફતે આ સમગ્ર નેટવર્ક ચલાવતો હતો. તે સિવાય જેલમાંથી પ્રોડક્શન વોરન્ટને આધારે મેજર સિંહની પુછપરછ કરવામાં આવી હતી.

પુછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે ઉત્તરપ્રદેશના મથુરાના કોસીકલાનના સચીનકુમાર પાસેથી તે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો. જે બાદમાં આગળ સપ્લાય કરતો હતો. પોલીસ કમિશનર ભુલ્લરના જણાવ્યા મુજબ પોલીસે સચીનને કસ્ટડીમાં લીધો બાદ પુછપરછમાં તેણે કહ્યું હતું કે માણસા જેલમાં બેધ તેનો મિત્ર યોગેશ ઉર્ફે રિંકુ પણ મોબાઈલ મારફતે ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પ્રતિબંધિત દવાઓ મંગાવી રહ્યો હતો. યોગેશ તથા સચીનની પુછપરછ બાદ પોલીસે દિલ્હીમાં રહેતા રેખા અને તેના પાર્ટનર મનીષને ઝડપી લીધા હતા. પુછપરછ બાદ પોલીસે કંપની પરિસરમાં દરોડા પાડીને પ્રતિબંધિત દવા તથા કેપ્સ્યુલ કબજે કરી હતી.

થોડા સમય પહેલા અમૃતસર પોલીસે પ્રતિબંધિત ડ઼્રગ્સ સાથે યુવક પ્રિન્સને ઝડપી લીધો હતો. તેણે પોલીસને કહ્યું હતું કે તે આ દવાનો જથ્થો આકાશ સિંહ પાસેતી ખરીદતો હતો. બાદમાં સપ્લાય કરતો હતો. બાદમાં પોલીસે આકાશને અટકમાં લીધો હતો. તેની પાસેથી પોલીસે 18 હજાર પ્રતિબંધિત ગોળીઓ કબજે કરી હતી. ત્યારબાદ જ આ ટોળકીનો પર્દાફાશ થયો હતો અને ધરપકડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: