ODI વર્લ્ડ કપ 2023 પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આની જાહેરાત કરી હતી.કેપ્ટન રોહિત શર્મા અને પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરીને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી ખેલાડી રવિચંદ્રન અશ્વિને ટીમમાં સામેલ કર્યો છે. અશ્વિનના સમાવેશથી ટીમ વધુ મજબૂત બની છે. અક્ષર પટેલના સ્થાને બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપ માટે પસંદ કરાયેલા લગભગ માત્ર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે જગ્યા મળી છે. જો કે બોલર અક્ષર પટેલ અને અનુભવી બેટ્સમેન શ્રીેશ ઐયર કાંગારુઓ સામે નહીં રમે.
ભારતની ટીમ
રાહુલ (કેપ્ટન), ગિલ, ગાયકવાડ, શ્રેયસ, ઈશાન, સૂર્યકુમાર, જાડેજા, શાર્દુલ, બુમરાહ, સિરાજ, શમી, તિલક, ક્રિષ્ના, અશ્વિન, સુંદર.
ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોનીની , ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.