આદેશ/ શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈએ કહ્યું….

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.

Top Stories Gujarat Others
corona 4 શબવાહિનીમાં એકી સાથે ચાર મૃતદેહો લઈ જવાની ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈએ કહ્યું....

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓના ચાર મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાના જે અહેવાલો વાયરલ થયા છે તેને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ખૂબ જ ગંભીરતાથી લઈને તપાસના આદેશો આપ્યા છે. એટલું જ નહીં, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને તેમાં જવાબદાર વ્યક્તિઓ પાસેથી ખુલાસો મેળવવાના આદેશો કર્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે ગાંધીનગરની આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને આવું અમાનવીય કૃત્ય કરનારા વ્યક્તિઓ સામે પગલાં લેવાની અને આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓના ખુલાસા માંગવાની સુચના આપી છે.

નીતિનભાઇ પટેલે એવી પણ સૂચના આપી છે કે, સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓની અત્યંત સંવેદનાપૂર્વક સારામાં સારી રીતે સારવાર થાય. માનવીય અભિગમથી જ આ આખીયે બાબતની કાળજી લેવાય એ અંગે તકેદારી રાખવા કડક સૂચનાઓ આપી છે.