દરોડા/ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના દિલ્હી અને ચેન્નાઇના ઠેકાણાઓ પર CBIના દરોડા

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈ દિલ્હી અને ચેન્નાઈમાં કોંગ્રેસના નેતાના લગભગ 7 સ્થળો પર દરોડા પાડી રહી છે.

Top Stories India
7 16 કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના દિલ્હી અને ચેન્નાઇના ઠેકાણાઓ પર CBIના દરોડા

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના સ્થળો પર સીબીઆઈના દરોડા ચાલુ છે. સીબીઆઈ દિલ્હી અને ચેન્નાઈમાં કોંગ્રેસના નેતાના લગભગ 7 સ્થળો પર દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, આ દરોડા ચિદમ્બરમ વિરુદ્ધ જૂના કેસમાં નથી પાડવામાં આવ્યા, પરંતુ એક નવા કેસમાં તેમના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) મંગળવારે સવારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના અનેક સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈએ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત લેવડ-દેવડ અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી અને તમિલનાડુમાં સાત સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

CBI સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્તિ ચિદમ્બરમ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર્તિ ચિદમ્બરમે તેમના પ્રભાવ હેઠળની ચીની કંપનીના લોકોને વિઝા અપાવ્યા હતા. આ વિઝાના બદલામાં 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. તે સમયે તેમના પિતા કેન્દ્રીય ગૃહમંત્રી હતા. વર્ષ 2011ની આ વાત છે. અહીં CBIના દરોડા બાદ કાર્તિ ચિદમ્બરમે કેન્દ્રીય તપાસ એજન્સી પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે હું ગણતરી કરવાનું ભૂલી ગયો કે આ દરોડો કેટલી વાર થયો છે. આનો રેકોર્ડ હોવો જોઈએ.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમના દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગામાંના પરિસર પર દરોડા પાડી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રીના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામેના કેસના સંદર્ભમાં આ શહેરોમાં મંત્રીના લગભગ સાત રહેણાંક મકાનો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-14 વચ્ચે થયેલા કથિત વિદેશી વ્યવહારોના સંબંધમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે મુજબ દરોડા પાડવામાં આવ્યા છે.