Not Set/ કાયદાની વિદ્યાર્થીનું નિવેદન – સ્નાનનો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ચિન્મયાનંદ, એક વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો, ક્યારેક બંધુકનાં નાળચે પણ દુષ્કર્મ કરાયું

કાયદાની વિદ્યાર્થીનીએ આપ્યું કાળજુ કંપાવી દેતું નિવેદન પીડિતાએ ભાજપ નેતા વિરૂદ્ધ જાતીય શોષણનાં આક્ષેપો કર્યા એસઆઈટી દ્વારા પીડિતાના ઓરડો તપાસાયો પીડિતાની 15 કલાક પૂછપરછ કરવામાં આવી ભાજપ નેતા ચિન્મયાનંદની મુશ્કેલીઓ વધુ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કાયદાની વિદ્યાર્થી પીડિતાએ ચિન્મયાનંદ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 12 પાનાની ફરિયાદ અને એસઆઈટીને અપાયેલા નિવેદનમાં ઘણી […]

Top Stories
chinmayananda કાયદાની વિદ્યાર્થીનું નિવેદન - સ્નાનનો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી ચિન્મયાનંદ, એક વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો, ક્યારેક બંધુકનાં નાળચે પણ દુષ્કર્મ કરાયું
  • કાયદાની વિદ્યાર્થીનીએ આપ્યું કાળજુ કંપાવી દેતું નિવેદન
  • પીડિતાએ ભાજપ નેતા વિરૂદ્ધ જાતીય શોષણનાં આક્ષેપો કર્યા
  • એસઆઈટી દ્વારા પીડિતાના ઓરડો તપાસાયો
  • પીડિતાની 15 કલાક પૂછપરછ કરવામાં આવી
ભાજપ નેતા ચિન્મયાનંદની મુશ્કેલીઓ વધુ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કાયદાની વિદ્યાર્થી પીડિતાએ ચિન્મયાનંદ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 12 પાનાની ફરિયાદ અને એસઆઈટીને અપાયેલા નિવેદનમાં ઘણી ચોંકાવનારી બાબતોનો ખુલાસો થયો છે.
પીડિતાનું કહેવું છે કે ચિન્મયાનંદે તેને બ્લેકમેલ કરીને એક વર્ષ ઉપરાંત બળાત્કાર ગુજાર્યો હતો. છાત્રાલયના બાથરૂમમાં પીડિતાના સ્નાનનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તેણે તે વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.
તેમજ પીડિતાએ જણાવ્યું હતું કે ચિન્મયાનંદે પીડિતાનાં શારીરિક શોષણનો વીડિયો પણ બનાવ્યો છે. ચિન્મયાનંદ પીડિતાને તેની મસાજ કરવા દબાણ પણ કરતો હતો અને ઘણી વખત તેની ઉપર બંદૂક રાખીને પણ બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ તેના બચાવ માટે ચિન્મયાનંદનો વીડિયો પણ બનાવ્યો છે. આ માટે યુવતીએ તેના ચશ્માંમાં ઇન્ટેલિજન્સ કેમેરો લગાવી ચિન્મયાનંદનો વીડિયો બનાવ્યો હતો.

સ્વામી ચિન્મયાનંદ કેસમાં, વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ પીડિત યુવતીના છાત્રાલયના રૂમની મુલાકાત લીધી હતી અને પુરાવા એકત્રિત કર્યા હતા. એસઆઈટી બપોરે કોલેજ કેમ્પસમાં પહોંચી હતી. ટીમે લગભગ પાંચ કલાક સુધી વિદ્યાર્થીના ઓરડામાં નજીકથી નિરીક્ષણ કર્યું હતું. ફોરેન્સિક નિષ્ણાતો પણ આ ટીમ સાથે હાજર હતા. પીડિતા જે રૂમમાં હતી તે પોલીસ દ્વારા પૂર્વે જ સીલ કરવામાં આવી હતી. એસઆઈટીએ તેનું સીલ તોડી રૂમમાં તપાસ કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.