Not Set/ વિશ્વકપ 2019માં સૌથી વધારે રન અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં બાંગ્લાદેશનાં ખોલાડીઓ ઝળક્યા, જુઓ યાદી

વિશ્વકપની અત્યાર સુધી 32 મેચો રમાઇ ચુકી છે. ગઇ કાલે રમાયેલી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મેચ બાદ સૌથી વધુ રન કરનારની ટોપ 10ની યાદીમાં રોહિત શર્મા 7માં સ્થાને અને વિરાટ કોહલી 9માં સ્થાને છે. પરંતુ અહી નવાઇની વાત એ છે કે, ટોપ 10 વિકેટ લેનાર ખેલાડીમાં ભારતનો એક પણ ખેલાડી નથી. ભારતનો જસપ્રિત બુમરાહ આજે વિશ્વનો […]

Top Stories Sports
2019 05 28 73494 1559050643. large વિશ્વકપ 2019માં સૌથી વધારે રન અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં બાંગ્લાદેશનાં ખોલાડીઓ ઝળક્યા, જુઓ યાદી

વિશ્વકપની અત્યાર સુધી 32 મેચો રમાઇ ચુકી છે. ગઇ કાલે રમાયેલી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન મેચ બાદ સૌથી વધુ રન કરનારની ટોપ 10ની યાદીમાં રોહિત શર્મા 7માં સ્થાને અને વિરાટ કોહલી 9માં સ્થાને છે. પરંતુ અહી નવાઇની વાત એ છે કે, ટોપ 10 વિકેટ લેનાર ખેલાડીમાં ભારતનો એક પણ ખેલાડી નથી. ભારતનો જસપ્રિત બુમરાહ આજે વિશ્વનો શ્રેષ્ઠ બોલર હોવા છતા તેણે ટોપ 10માં એન્ટ્રી કરી નથી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

એક નજર ટોપ 10 બેટ્સમેન પર

cricket wc 2019 wis ban a7c3dd1c 9272 11e9 af8a d24c1464451a વિશ્વકપ 2019માં સૌથી વધારે રન અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં બાંગ્લાદેશનાં ખોલાડીઓ ઝળક્યા, જુઓ યાદી

1. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન બે સદી અને ત્રણ અડધી સદી સાથે 476 રન બનાવી પહેલા ક્રમાંકે છે.

2. ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર બે સદી અને બે અડધી સદી સાથે 447 રન બનાવી બીજા ક્રમે છે.

3. ઈંગ્લેન્ડનો જો રૂટ બે સદી અને ત્રણ અડદી સદી સાથે ૪૨૪ રન બનાવી ત્રીજા ક્રમે છે.

4. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ એક સદી અને ત્રણ અડધી સદી સાથે ૩૯૬ રન બનાવી ચોથા ક્રમે છે.

5. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન બે સદી અને એક અડધી સદી સાથે ૩૭૩ રન બનાવી પાંચમાં ક્રમે છે.

6. યાદીમાં છઠ્ઠા ક્રમે એકવાર ફરી બાંગ્લાદેશનો ખેલાડી છે, તેણે એક સદી અને બે અડધી સદી સાથે 327 રન બનાવ્યા છે.

7. આ લિસ્ટમાં સાતમાં નંબરે ભારતનાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માનું નામ આવે છે. જેણે ચાર મેચમાં બે સદી અને એક અડધી સદી સાથે 320 રન બનાવી દીધા છે.

8. હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડનાં કેપ્ટન ઇઓન મોર્ગન આ લિસ્ટમાં આઠમાં સ્થાને છે. જેણે છ મેચમાં એક સદી અને એક અડધી સદી સાથે 270 રન બનાવ્યા છે.

9. ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી તરીકે પ્રકાશમાં આવેલો વિરાટ કોહલી કે જે ટીમનો કેપ્ટન પણ છે, જે આ લિસ્ટમાં 9માં ક્રમે છે. તેણે ચાર મેચમાં ત્રણ અડધી સદી સાથે 244 રન બનાવ્યા છે.

10. ઓસ્ટ્રેલિયા તરફથી ધમાકેદાર બેટિંગ કરી રહેલા સ્ટીવ સ્મિથ આ લિસ્ટમાં 10માં ક્રમે છે. જેણે છ મેચમાં ત્રણ અડધી સાથે 244 રન બનાવ્યા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

એક નજર ટોપ 10 બોલરો પર

9pqkovc8 mohammed amir વિશ્વકપ 2019માં સૌથી વધારે રન અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓમાં બાંગ્લાદેશનાં ખોલાડીઓ ઝળક્યા, જુઓ યાદી

1. પાકિસ્તાનની ટીમ પહેલાથી જ તેના બોલરોનાં કારણે પ્રકાશમાં રહી છે. તે આ વિશ્વકપમાં પણ દેખવા મળી રહ્યુ છે. પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ આમિર 15 વિકેટો સાથે પહેલા ક્રમે છે. જેમા તેણે એક મેચમાં પાંચ વિકેટ લઇને 30 રન આપ્યા હતા.

2. આ લિસ્ટમાં બીજા ક્રમે જોફ્રા આર્ચરનું નામ આવે છે. જેણે છ મેચમાં 15 વિકેટ ઝડપી હતી. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વિકેટે 27 રન હતુ.

3. ઓસ્ટ્રેલિયાનાં સ્ટ્રાઇક બોલર મિચલ સ્ટ્રાર્કે છ મેચમાં 15 વિકેટ ઝડપી ત્રીજુ સ્થાન મેળવ્યુ છે. જેમા તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 5 વિકેટે 46 રન હતુ.

4. આ ક્રમમાં ચૌથુ સ્થાન ન્યૂઝીલેન્ડનાં ફર્ગુસનનું છે. જેણે 14 વિકેટ ઝડપી હતી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4 વિકેટે 37 રન હતુ.

5. ઈંગ્લેન્ડ તરફથી રમી રહેલા માર્ક વુડ્સ અહી 12 વિકેટ સાથે પાંચમાં ક્રમે છે. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વિકેટે 18 રન હતુ.

6. ઓસ્ટ્રેલિયાનાં પેટ કમિન્સ 11 વિકેટની સાથે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વિકેટે 33 રન હતુ.

7. સાઉથ આફ્રિકાનો ફૂર્તિલો ખેલાડી ઈમરાન તાહિરે આ વિશ્વકપમાં 10 વિકેટ ઝડપી સાતમું સ્થાન મેળવ્યુ છે. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4 વિકેટે 29 રન હતુ.

8. આ લિસ્ટમાં બાંગ્લાદેશનો બોલર મોહમ્મદ શૈભુદ્દિન 10 વિકેટ સાથે આઠામાં ક્રમે છે. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વિકેટે 72 રન હતુ.

9. યાદીમાં નવમાં સ્થાને બાંગ્લાદેશનો ફીરકી બોલર અને ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન આવે છે, જેણે કુલ 10 વિકેટો ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5 વિકેટે 29 રન હતુ, આ પ્રદર્શન ગઇ કાલે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચમાં જોવા મળ્યુ હતુ.

10. તમને જાણીને નવાઇ લાગશે પણ દસમાં નંબર પર ફરી એક બાંગ્લાદેશી બોલરનું નામ છે. મુસ્તાફિજુર રહમાન છ મેચમાં 10 વિકેટ લીધી હતી. જેમા તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વિકેટે 59 રન હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.