Not Set/ સુરતમાં ફરી અગ્નિકાંડ થતા રહી ગયો,સ્કુલની નીચે જ લાગી આગ,બાળકોને સલામત બહાર કઢાયા

સુરત, સુરતમાં સરથાણા વિસ્તારમાં લાગેલી આગમાં 22 જણા હોમાઇ ગયા પછી સુરતમાં ફરીથી આગની ઘટના સામે આવી છે. સુરતમાં જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલના નીચે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જ્ઞાનગંગા સ્કૂલના 150 બાળકોને કરીને બચાવી લેવામાં આવ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદનગર પાસેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર […]

Top Stories Gujarat Surat
aav 10 સુરતમાં ફરી અગ્નિકાંડ થતા રહી ગયો,સ્કુલની નીચે જ લાગી આગ,બાળકોને સલામત બહાર કઢાયા

સુરત,

સુરતમાં સરથાણા વિસ્તારમાં લાગેલી આગમાં 22 જણા હોમાઇ ગયા પછી સુરતમાં ફરીથી આગની ઘટના સામે આવી છે. સુરતમાં જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલના નીચે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં જ્ઞાનગંગા સ્કૂલના 150 બાળકોને કરીને બચાવી લેવામાં આવ્યા છે.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદનગર પાસેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા પ્લાસ્ટીકની  થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી.આ પ્લાસ્ટીકના કારખાનાની ઉપર જ્ઞાન ગંગા હિન્દી સ્કુલ ચાલે છે.આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓના ક્લાસ ચાલતા હતા.જો કે આ વિદ્યાર્થીઓને સમયસર સ્કુલની બહાર કાઢી લેવાયા હતા.

આગ લાગતાં જ ફાયરબ્રીગેડની પાંચ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીને જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સ્કુલની પરમીશનને લઇને પણ સવાલો ઉભા થયા હતા.સ્કુલમાં ફાયરની પણ પરમીશન નહી હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.