રેલ દુર્ઘટના/ બિહારમાં નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા,4 લોકોના મોત,20થી વધુ ઘાયલ

આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં મુસાફરોમાં ચીસો સંભળાઇ રહી છે

Top Stories India
8 9 બિહારમાં નોર્થ ઇસ્ટ એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા,4 લોકોના મોત,20થી વધુ ઘાયલ

ટ્રેન નંબર 12506 ડાઉન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસની 6 ડબ્બા બિહારના બક્સર અને આરા સ્ટેશન વચ્ચે રઘુનાથપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા બિહારના બક્સરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12506)ના છ ડબ્બા બક્સર અને અરાહ વચ્ચે રઘુનાથપુર ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં મુસાફરોમાં ચીસો સંભળાઇ રહી છે.હાલ 4 લોકોના મોત અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા, મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે

 

આ અકસ્માત રાત્રે દસ વાગ્યાની આસપાસ બન્યો હતો. સીપીઆરઓએ ફોન પર જણાવ્યું કે કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.