Accident/ રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે ટ્રક ડ્રાઈવર ને હાર્ટ એટેક આવતાં ટ્રક ડીવાઈડર પર ચડી ગયો

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે અમરેલીથી રાજકોટ તરફ જતા ટ્રક ડ્રાઈવરને ચાલું ટ્રકે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવી ડિવાઇડર પર ટ્રક ચડાવી દીધો હતો.

Gujarat Rajkot
હાર્ટ એટેક

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે અમરેલીથી રાજકોટ તરફ જતા ટ્રક ડ્રાઈવરને ચાલું ટ્રકે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવી ડિવાઇડર પર ટ્રક ચડાવી દીધો હતો. ત્યારે ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી તેમને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.. અને ત્યાંથી તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા.

આટકોટ પાસે ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો

જસદણ તાલુકા આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે બુઢણપરી નદી પાસે અમરેલી થી રાજકોટ તરફ જતો ટ્રક ડ્રાઈવર ને અચાનક છાતી માં દુખાવો થતાં ચાલું ટ્રકે હાર્ટ એટેક આવ્યો હતો જેણે સમય ચૂકતા ડિવાઇડર પર ટ્રક ચડાવી દીધો હતો ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. તેમજ 108 પણ દોડી ગઈ હતી પણ તેમને તાત્કાલિક ધોરણે આટકોટ અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ને ત્યાંથી તેમને રાજકોટ રિફર કર્યા હતા જો ટ્રક રોડ ની સામે સાઈડ ગયો હોત તો અન્ય વાહનો સાથે પણ અકસ્માત કે કોઈ મોટી દુર્ઘટના સર્જાત પર ડ્રાઇવરે ડિવાઇડર પર ચડાવી દેતા મોટી ઘટના અટકી હતી ડિવાઇડર પર ટ્રક ચડી જતા ટ્રક રોકાઈ ગયો હતો ટ્રકમાં પણ લખેલું હતું રહી જિંદગી તો ફિર મિલેંગે.



આ પણ વાંચો:ઉત્તર ગુજરાત/મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ,

આ પણ વાંચો:સુરત/સુરત સ્મિમેર હોસ્પિટલમાં યુવકને એક કલાક ધક્કે ચડવાયો

આ પણ વાંચો:ડાયમંડ સીટી/સુરતની ન્યુ બોમ્બે માર્કેટ 7 મહિનાથી ફાયર NOC વગર ધમધમી,

આ પણ વાંચો:દાહોદ/નકલી કચેરી કૌભાંડ મુદ્દે ચોંકાવનારો ખુલાસા, ભાણેજે મામાને બચાવવા