Rajkot News/ શાંતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન આવ્યું સામે, મેડિકલ સ્ટોરમાં હોસ્પિટલના CCTVનું કમાન્ડ

રાજકોટની શાંતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે, હોસ્પિટલના CCTV નું મોનિટરિંગ હોસ્પિટલ બહાર આવેલ એક મેડિકલમાં થાય છે. ર્દીઓની વ્યક્તિગત માહિતી અને તબીબી દ્રશ્યો જો લીક થાય તો તેની જવાબદારી કોની ?

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટની શાંતિ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના CCTV કેમેરાનું નિયંત્રણ હોસ્પિટલની બહાર આવેલા એક મેડિકલ સ્ટોરમાં હોવાનું જાણવા મળ્યું છે, જે દર્દીઓની ગોપનીયતા માટે મોટો ખતરો બની શકે છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના શાંતિ હોસ્પિટલના દરેક વોર્ડમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ કનેરીયા જય રમેશચંદ્ર નામના વ્યક્તિના માલિકીના મેડિકલ સ્ટોરમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું જે ગંભીર બાબત ગણાય, આ કેમેરામાં દર્દીઓની સારવાર, ઈન્જેક્શન અને અન્ય તબીબી પ્રક્રિયાઓના દ્રશ્યો કેદ થયા હતા, જે દર્દીઓની વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાનો ભંગ કરે છે.

રાજકોટ : મેડિકલ સ્ટોરમાં હોસ્પિટલના CCTVનું કમાન્ડ, દર્દીઓની પ્રાઈવસી લીક થાય તો જવાબદાર કોણ ?

દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા CCTV મળ્યા, ઇન્જેકશન અને સારવાર આપતા દર્દીઓ CCTVમાં કેદ, આરોગ્ય વિભાગ દ્વારા CCTVને લઈને નથી કોઈ ગાઈડ લાઇન

https://youtu.be/WAdNrCdsIpQ

આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં CCTV કેમેરાના ઉપયોગ માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાથી, આવી ઘટનાઓ માટે કોઈ જવાબદારી નક્કી થઈ શકતી નથી. દર્દીઓની વ્યક્તિગત માહિતી અને તબીબી દ્રશ્યો જો લીક થાય તો તેની જવાબદારી કોણ લેશે ? આ એક મોટો પ્રશ્ન છે, જે દર્દીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. થોડા દિવસ પહેલાં એક જ CCTV વાયરલ ઘટના બની હતી તેમાંથી પણ હજી શીખ નથી મળી આવા લોકોને.

હોસ્પિટલના CCTV કેમેરાનું નિયંત્રણ હોસ્પિટલની બહાર આવેલા એક મેડિકલ સ્ટોર થાય છે, કનેરીયા જય રમેશચંદ્ર નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો મેડિકલ સ્ટોર હોસ્પિટલના CCTV કેમેરા સાથે કેવી રીતે જોડાયેલો છે, તેની તપાસ થવી જરૂરી છે. આ ઘટના દર્શાવે છે કે હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા અને ગોપનીયતા માટે કડક નિયમો અને માર્ગદર્શિકા હોવી જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શાંતિ હોસ્પિટલ સામે દંડનીય કાર્યવાહી, 23.15 લાખનો ફટકારાયો દંડ, PMJAY પોર્ટલમાં 6 મહિના માટે સસ્પેન્ડ

આ પણ વાંચો: પીએમ કિસાન યોજનાના લાભથી ખેડૂતો વંચિત, ધક્કા ખાવા છતાં નથી થઇ રહ્યું E-KYC

આ પણ વાંચો: ખંડણીખોર પત્રકારોની ધરપકડ, RTI કરીને રૂપિયા પડાવતા, ખાનગી ટ્રસ્ટ પાસેથી રૂ. 1.70 લાખ પડાવ્યા હતા