રોગચાળો/ પંજાબમાં લંમ્પી રોગથી 40 ગાયોના મોત,1300થી વધુ પશુઓ રોગની ઝપેટમાં

લુધિયાણા જિલ્લામાં લગભગ 1300 પ્રાણીઓ આ રોગથી પ્રભાવિત થયા છે. તેમણે દાવો કર્યો કે 60 ટકા પ્રાણીઓ સાજા થઈ ગયા છે.

Top Stories India
5 11 પંજાબમાં લંમ્પી રોગથી 40 ગાયોના મોત,1300થી વધુ પશુઓ રોગની ઝપેટમાં

પંજાબમાં પણ  ચામડીના રોગ લંમ્પીએ  પાયમાલી શરૂ કરી દીધી છે. આ રોગને કારણે બાનુરમાં 40 ગાયોના મોત થયા છે જ્યારે લુધિયાણા જિલ્લામાં 10 પશુઓના મોત થયા છે. શ્રી રાધા કૃષ્ણ ગૌશાળા બનુરના સંચાલકોએ જણાવ્યું કે 40 ગાયો  ચામડીના રોગ લંમ્પીના કારણે મૃત્યુ પામી છે. આ રોગે ગૌશાળામાં 80 ગાયો અને તેમના વાછરડાઓને ઝપેટમાં લીધા છે. તેમણે રાજ્ય સરકાર પાસે આ રોગની દવા વિનામૂલ્યે ગૌશાળામાં મોકલવાની માંગ કરી છે.

લુધિયાણામાં, પશુપાલન વિભાગના નાયબ નિયામક પરમદીપ સિંહ વાલિયાએ પુષ્ટિ કરી કે લુધિયાણા જિલ્લામાં લગભગ 1300 પ્રાણીઓ આ રોગથી પ્રભાવિત થયા છે. તેમણે દાવો કર્યો કે 60 ટકા પ્રાણીઓ સાજા થઈ ગયા છે. વાલિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ રોગ પ્રાણીઓમાં માખીઓ, મચ્છર અને જીવાત દ્વારા ફેલાય છે. ભેંસ કરતાં ગાયો આ માટે વધુ સંવેદનશીલ હોય છે કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ડો. વાલિયાએ માહિતી આપી હતી કે પંજાબ સરકાર તરફથી મફત રસીના 5500 ડોઝ મળ્યા છે, જેમાંથી 2000 રસી અસરગ્રસ્ત પ્રાણીઓને આપવામાં આવી છે