New Delhi/ રાજ્યસભાના સભ્યો આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપશે, જગદીપ ધનખર 11મીએ લેશે શપથ

રાજ્યસભા આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપશે. પીએમ નરેન્દ્ર મોદી પણ રાજ્યસભાના સાંસદો સાથે નાયડુના વિદાય સમારંભમાં હાજરી આપશે.

Top Stories India
Venkaiah

રાજ્યસભા આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિદાય આપશે. પીએમ નરેન્દ્ર મોદી પણ રાજ્યસભાના સાંસદો સાથે નાયડુના વિદાય સમારંભમાં હાજરી આપશે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ પર તમામ પક્ષના સાંસદો વિદાય ભાષણ આપશે. સાંજે 6.15 વાગ્યે બાલયોગી ઓડિટોરિયમ (સંસદ પુસ્તકાલય) ખાતે યોજાનાર વિદાય સમારંભમાં રાજ્યસભાના સાંસદો દ્વારા નાયડુને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, નાયડુ બુધવારે રાજીનામું આપશે અને તેમના અનુગામી જગદીપ ધનખર 11 ઓગસ્ટે પદ અને ગોપનીયતાના શપથ લેશે. મંગળવાર (9 ઓગસ્ટ) અને ગુરુવાર (11 ઓગસ્ટ)ના રોજ ગૃહની બેઠક નહીં થાય. વિદાય સમારંભ દરમિયાન, વડા પ્રધાન નાયડુના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ સાથે સંબંધિત એક પ્રકાશન બહાર પાડશે અને ત્યારબાદ રાત્રિભોજન કરવામાં આવશે.

દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જાહેર થયાના એક દિવસ બાદ ધનખરે રવિવારે અહીં નાયડુ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, તેમની બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી અને બાદમાં નાયડુએ ધનખરને નિવાસસ્થાન અને સચિવાલય બતાવ્યું હતું.

આ પણ વાંચો :JEE MAIN સત્ર 2ની પરિક્ષાનું પરિણામ જાહેર,આ વેબસાઇટ પર ચેક કરો રિઝલ્ટ

આ પણ વાંચો :પંજાબમાં લંમ્પી રોગથી 40 ગાયોના મોત,1300થી વધુ પશુઓ રોગની ઝપેટમાં