નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય (JEE MAIN 2022) સત્ર 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in દ્વારા પરિણામ ચકાસી શકે છે.
JEE મેઈન 2022 જુલાઈ સત્રની પરિક્ષા 25 જુલાઈથી 30 જુલાઈ સુધી બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી. JEE મુખ્ય પરિણામ 2022 જુલાઈ સત્રની સાથે, મેરિટ સૂચિ અને અંતિમ જવાબવહી પણ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ JEE મેઇન 2022 સફળતાપૂર્વક પાસ કરી છે તેઓ IIT JEE એડવાન્સ માટે અરજી કરી શકે છે, અરજીની પ્રક્રિયા 7મી ઓગસ્ટથી શરૂ થશે.
જેઇઇ મેઇન 2022 સત્ર બેની પરીક્ષા 30 જુલાઇ, 2022 ના રોજ પૂર્ણ થઈ હતી. આ વર્ષે 6.29 લાખ (6,29,778) ઉમેદવારોએ સત્ર 2 ની પરીક્ષા માટે અરજી કરી છે.
આ 3 વેબસાઈટ પર પરિણામો જોઈ શકાશે
– jeemain.nta.nic.in
– ntaresults.nic.in
– nta.ac.in
- આ રીતે જાણો પરિણામ
સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in, nta.ac.in પર જાઓ.
– હોમ પેજ પર JEE મેઇન 2022 પરિણામની સીધી લિંક પર ક્લિક કરો.
– જરૂરી લૉગિન વિગતો સાથે લૉગ ઇન કરો.
– તેને સબમિટ કરો અને JEE મેન્સ પરિણામ 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
– તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ લો.
