Ahmedabad News/ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો, ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડી

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહ્હેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.  સેટેલાઈટ, બોપલ, ઘુમાં વિસ્તારમાં ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: હવામાન વિભાગ દ્વારા 9 તારીખ સુધી રાજ્યભરમાં કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે.અમદાવાદ શહેરમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.

શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.  સેટેલાઈટ, બોપલ, ઘુમાં વિસ્તારમાં ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડી રહી છે. યુનિવર્સીટી, વિજય ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકતા ઠંડક પસરી ગઈ છે.

આપને જણાવી દઈએ કે, આજે બપોર પછી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટ શહેરમાં પણ વાતાવરણ બદલાયું હતું અને શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

આગામી પાંચ દિવસ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ઉપરાંત ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડવાની પણ આગાહી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.

તો અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. મોરબી, અને રાજકોટમાં પણ કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલે ચેતવણી આપી છે.

રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્રના ભાગોમાં માવઠાની શક્યતા છે. કમોસમી વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા છે. 8 મેના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતને મોટું નુકસાન થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો