Washington News/ US રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ટૈરિફ મુદ્દે વાતચીત કરવા અંગે આપ્યો સંકેત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ટૈરિફ અંગે વાતચીત કરવા અંગે સંકેત આપ્યો હતો. ત્યારે ચીને પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી.

World

Washington News જ્યારથી અમેરિકા (America) માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ (President) બન્યા છે. ત્યારથી તેઓએ સમગ્ર વિશ્વ (World) સાથે ટૈરિફ વોર શરુ કરી દીધું છે. ચીન સાથે તેમણે ટેરિફ વોર છેડી દીધું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ જોવા મળ્યો હતો. તેવામાં ખબર આવી રહ્યા છે કે, USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીન પર લગાવેલા ટેરિફને ઓછો કરવાનો સંકેત આપી દીધો છે. તેમણે પોતે પણ માન્યું કે, હાલનું ટૈરિફ એટલું વધું છે. જેનાથી દુનિયાની 2 મોટી ઈકોનોમી એકબીજા સાથે વ્યાપાર કરવાનો જાણે બંધ કરી દીધો છે.

ટ્રંપે NBCના એક શોમાં જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ સમયે ચાઈના પરથી ટેક્સ હટાવી દેશે. પરંતુ તેવું નહી થયું તો તેમની સાથે વેપાર કરવામાં મુશ્કેલી ઉભી થશે અને તેઓ વેપાર કરવા માંગે છે. ટ્રંપે તે તરફ ઈશારો કર્યો હતો કે, ચીનની ઈકોનોમી આ સમયે મુશ્કેલીમાં છે. ત્યાંની ફેક્ટરીઓમાં કામકાજ 2023 પછીથી ખરાબ હાલતમાં છે. એક્સપોર્ટના ઓર્ડરમાં પણ ઘણા ઓછા થઈ ગયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ અમેરિકામાં સામાન વેચનારા બધા દેશો પર 10 ટકા ટૈરિફ લગાવ્યો હતો. પરંતુ ચીન પર ટૈરિફમાં વધારો કરતા 20 એપ્રિલ સુધીમાં 145 ટકા જેટલો કરી દીધો હતો, જેથી તેના બદલામાં ચીને પણ અમેરિકન સામાન પર 125 ટકા ટૈરિફ લાદી દીધો હતો.

રવિવારના એક ઈન્ટરવ્યુંમાં ટ્રમ્પે માન્યું છે કે, ચીન પર ટૈરિફની અસર પડી છે. ફેક્ટરીઓ બંધ થઈ રહી છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. પરંતુ તેમણે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું કે, વાતચીતની પહેલ તેઓ નહી કરે. એન્કરને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, શું તમે ચીન સાથે વાતચીત કરીને ટૈરિફ હટાવવાના છો? ત્યારે ટ્રમ્પે પ્રત્યુતર આપતા કહ્યું કે, હું એવું શું કામ કરુ?. જોકે, હાલ બીજિંગ તરફથી હાલમાં કેટલાક સારા સંકેતો મળ્યા છે. પરંતુ તેમણે આગળ ઉમેર્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે કોઈ ડીલ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે બરાબરીની હશે.

ચીને પણ વાતચીતના સંકેતો આપ્યા છે. તે વચ્ચે ચીને શુક્રવારના રોજ પહેલીવાર સંકેત આપ્યો કે, તે ચીન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ અમેરિકાની વેપાર સંબંધિત વાતચીત મુદ્દે ચીન વિચારી રહ્યું છે. પરંતું વાતચીત ત્યારે જ શરુ થશે. જ્યારે ટ્રમ્પ એક તરફથી લગાવેલા ટૈરિફને સમાપ્ત કરી દેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકાએ ચીન પર ત્રીજો ટેરિફ બોમ્બ ફેંક્યો… 104% ટેરિફ લાદ્યો, કહ્યું- બદલો લેવો ચીનની ભૂલ હતી

આ પણ વાંચો:યુએસ ટેરિફ વચ્ચે ભારતની સ્થાનિક માંગ મુખ્ય આકર્ષણ છે, નાણામંત્રીએ મોટી વાત કહી

આ પણ વાંચો:અમેરિકાના ટ્રેડ વોરથી ડરવાની જરૂર નથી, ભારતમાં ફુગાવો વધવાનો કે નોકરી ગુમાવવાનો કોઈ ભય નથી