પાકિસ્તાન/ બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓએ મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને બોમ્બથી ઉડાવી દીધી

પ્રવાસીઓના વેશમાં આવેલા આતંકવાદીઓએ પાકિસ્તાનના સંસ્થાપક ઝીણાની મૂર્તિ ઉડાવી દીધી

World

બલોચ બળવાખોરોએ રવિવારે પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને બોમ્બ હુમલાથી તોડી નાખી હતી. ગેરકાયદેસર બલોચ લિબરેશન ફ્રન્ટે આની જવાબદારી લીધી છે. સલામત ક્ષેત્ર ગણાતા મરીન ડ્રાઇવ પર જૂનમાં સ્થાપિત મૂર્તિ રવિવારે સવારે બલોચ બળવાખોરો દ્વારા વિસ્ફોટકોથી ઉડાડવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ વિસ્ફોટમાં મૂર્તિ સંપૂર્ણપણે નાશ પામી હતી.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીના બાળકોનો યોગા ક્લાસ, ભાઈ-બહેનનો ક્યૂટ વીડિયો વાયરલ

ભૂતપૂર્વ મેજર અબ્દુલ કબીર ખાને જણાવ્યું હતું કે તમામ બળવાખોરોએ પ્રવાસી તરીકે આ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને વિસ્ફોટકો લગાવીને ઝીણાની પ્રતિમાનો નાશ કર્યો હતો. તેમના કહેવા મુજબ, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તપાસ એક -બે દિવસમાં પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે આ મામલાની તમામ ખૂણાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને જલ્દીથી પકડી લેવામાં આવશે.

આ પણ વાંચો :ડૂડલ દ્વારા ગૂગલ પોતાનો 23 મો જન્મદિવસ ઉજવી રહ્યું છે, જાણો જન્મદિવસની તારીખ કેમ બદલાઈ

બલુચિસ્તાનના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને વર્તમાન સેનેટર સરફરાઝ બુગતીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ગ્વાદરમાં કાયદે-એ-આઝમની પ્રતિમાને તોડી પાડવી એ પાકિસ્તાનની વિચારધારા પર હુમલો છે. હું અધિકારીઓને વિનંતી કરું છું કે જે રીતે ઝિયારતમાં કાયદે-એ-આઝમ નિવાસસ્થાન પર હુમલા માટે અમે કર્યું તે રીતે ગુનેગારોને સજા કરો.

આ પણ વાંચો :ઘરે બનાવો ચટાકેદાર ચીલી પનીર, જોઇને જ મોંમાં આવી જશે પાણી