Israel Iran War: આજે ઈરાન અને ઈઝરાયલ-યુએસએ વચ્ચેના યુદ્ધનો ત્રીજો દિવસ છે. આ યુદ્ધની જ્વાળાઓ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ છે. અમેરિકન અને ઇઝરાયલી વિમાનોએ તેહરાન સહિત ઈરાનના ઘણા શહેરોમાં ભારે વિનાશ કર્યો છે, જ્યારે ઈરાને ઈઝરાયલ સહિત અનેક દેશોમાં અમેરિકન ઠેકાણાઓ પર પણ મોટા પાયે હુમલો કર્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના મૃત્યુથી ઘણા દેશોમાં લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. આવી સ્થિતિમાં, લેબનોન (Lebanon) સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ આ યુદ્ધમાં ઉતરી આવ્યું છે. હિઝબુલ્લાહે ઇઝરાયલી ઠેકાણાઓ પર રોકેટ છોડ્યા, ત્યારબાદ ઇઝરાયલે લેબનોનમાં મોટા પાયે હુમલા કર્યા, જેમાં 31 લોકો માર્યા ગયા.
લેબનોન (Lebanon)ની શેરીઓમાં નાસભાગ
હિઝબુલ્લાહના હુમલા બાદ, ઇઝરાયલે ભીષણ વળતો હુમલો કર્યો અને લેબનોન (Lebanon)ની રાજધાની બૈરુત પર ભારે બોમ્બમારો કર્યો. અહેવાલો અનુસાર, લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 31 લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે, ઇઝરાયલે 50 લેબનીઝ ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયલની જાહેરાત બાદ, લેબનોનની શેરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો.
31 લોકો માર્યા ગયા અને 149 લોકો ઘાયલ થયા
ઇઝરાયલે હિઝબુલ્લાહ સામે આક્રમણની જાહેરાત કરી છે. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા બાદ ઇઝરાયલી આર્મી ચીફ ઓફ સ્ટાફ, ઇયાલ ઝમીરે એક બેઠકમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “અમે હિઝબુલ્લાહ સામે આક્રમણ શરૂ કર્યું છે.” આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે લેબનીઝ અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા છે અને 149 અન્ય ઘાયલ થયા છે.
આ પણ વાંચો:ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ મૃત્યુ નથી પામ્યા; ગ્લોબલ ટાઈમ્સનો મોટો દાવો
આ પણ વાંચો:ઈરાન–ઇઝરાયલ તણાવ વચ્ચે US F-15 ફાઇટર જેટ પટકાયું
આ પણ વાંચો:અમેરિકન દૂતાવાસ પરના હુમલામાં 35 પાકિસ્તાનીઓના મોત
