india news/ ભારત હાઈ-એલર્ટ પર! ઈરાન યુદ્ધને પગલે ભારતમાં હાઈ-એલર્ટ, કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ

Israel Iran War Impact India: ખામેનેઈના મોત બાદ ભારતના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. કાશ્મીરમાં સાવચેતીના ભાગરૂપે ઈન્ટરનેટ બંધ અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

NATIONAL Top Stories India
India High Alert Iran War

India High Alert Iran War: મધ્ય પૂર્વ એશિયામાં ભડકેલી યુદ્ધની આગની અસર હવે ભારતમાં પણ વર્તાવા લાગી છે. ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ ભારતના ગૃહ મંત્રાલયે દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ રાજ્યોને તાત્કાલિક ‘એડવાઈઝરી’ જાહેર કરી છે.

“કોઈપણ ભોગે શાંતિ જળવાવી જોઈએ”

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તેમજ પોલીસ વડાઓને પત્ર લખીને કડક સૂચનાઓ જારી કરી છે. આ આદેશ મુજબ, દેશના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને જરૂર જણાય ત્યાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા જણાવાયું છે. ખાસ કરીને ઈરાનના સમર્થન કે વિરોધમાં થતા પ્રદર્શનો હિંસક ન બને તેની ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે, કારણ કે અસામાજિક તત્વો ભીડનો ગેરલાભ ઉઠાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અફવા ફેલાવનારા સાવધાન!

સરકારે સાયબર સેલ અને પોલીસ વિભાગને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાસ વોચ રાખવા માટે કડક આદેશ આપ્યા છે. વોટ્સએપ, ફેસબુક કે ટ્વિટર (X) જેવા માધ્યમો પર કોઈપણ પ્રકારની ભડકાઉ પોસ્ટ, વાંધાજનક વીડિયો કે પાયાવિહોણી અફવા ફેલાવનારા તત્વો સામે તાત્કાલિક ધોરણે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ પણ પોસ્ટ શેર કરવા પર સખત પ્રતિબંધ મુકાયો છે, જેથી દેશની આંતરિક સુરક્ષા અને કોમી સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે.

Iran War: કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ

ખામેનેઈ (Ayatollah Khamenei) ના મોતના સમાચાર આવતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને બડગામ જેવા વિસ્તારોમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અમેરિકા તેમજ ઈઝરાયેલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પરિસ્થિતિને વણસતી અટકાવવા અને શાંતિ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષાના કારણોસર શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


આ પણ વાંચો:મધ્ય પૂર્વમાં વિનાશક યુદ્ધને કારણે 28 માર્ચ સુધી 850 થી વધુ ભારતીય ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:અમેરિકામાં ભયંકર શિયાળુ વાવાઝોડાની ચેતવણી,એર ઈન્ડિયાએ ન્યૂ યોર્ક-નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી

આ પણ વાંચો:ફ્લાઇટ્સ રદ, ટ્રેનો મોડી ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું, નવા વર્ષે કેવું રહેશે હવામાન?