- “K-5″મિસાઈલ’ જડબાતોડ જવાબ આપવા સક્ષમ
- ભૂમિ,વાયુ અને પાણીમાંથી પ્રહાર કરી શકે છે “K-5”
- કે-૫ સ્વદેશી બનાવટની મિસાઇલ છે
- પરમાણુ-મારક ક્ષમતા ધરાવતા માત્ર નવ દેશ
- સમગ્ર દુનિયામાં 17000 જેટલા પરમાણુ હથિયારો
- 4100 જેટલા હથિયારો ‘રેડી ટુ વોર’ ઉપલબ્ઘ
આજે એક એવા જ હથિયારની વાત કરીએ, જેનું નામ પડતા જ દુશ્મનોના કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર થઇ જાય. ભારત પાસે છે, પાણીમાંથી વાર કરી શકાય એવી અન્ય એક સબમર્સીબલ લોન્ચડ બેલેસ્ટિક મિસાઈલ કે જે “K-5” બેલેસ્ટિક મિસાઈલ’ તરીકે ઓળખાય છે. “K-5” પરમાણુ બોમ્બ વહન કરતી બેલેસ્ટિક મિસાઇલ છે.
અણુશસ્ત્રોનું વહન કરી શકે એવી ન્યુક્લિઅર મિસાઈલ! પરમાણુ હથિયારનું નામ પડે એટલે કેટલાક લોકોને ‘વિશ્વ શાંતિ’ની ચિંતા થઇ આવે છે. પણ શાંતિની જાળવણી અને સ્વ-રક્ષા માટે પણ આપણે પોતે શક્તિશાળી હોવું, એ પહેલી શરત છે. કેમ કે હાલના તબક્કે, દુનિયાભરમાં પરમાણુ-મારક ક્ષમતા ધરાવનાર દેશો માત્ર નવ છે,પણ તેમની પાસે બધું મળીને 17000 જેટલા પરમાણુ હથિયારો છે. આ પૈકીના ઓછામાં ઓછા 4100 જેટલા હથિયારો ‘રેડી ટુ વોર’ છે. જો કે સ્વદેશી K-5 મિસાઈલને કારણે ભારત દુશ્મનના કોઈ પણ આણ્વિક દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ભૂમિ, વાયુ અને પાણીમાંથી આ પરમાણુ મિસાઈલ દ્વારા હુમલો કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
