Tirupati Balaji News/ તિરુપતિ બાલાજીની પ્રથમ આરતીને લઈને વિવાદ, ડી.કે. શિવકુમારના પ્રસ્તાવ સામે TTD બોર્ડ અને ભાજપનો વિરોધ

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રથમ આરતી (Tirupati Balaji First Aarti)ના અધિકારને લઈને વિવાદ સર્જાયો છે. ડી.કે. શિવકુમારે લોકપ્રતિનિધિઓને પણ પ્રથમ આરતીનો અધિકાર આપવાનો પ્રસ્તાવ મૂકતા TTD બોર્ડ અને ભાજપે વિરોધ નોંધાવ્યો.

Top Stories India Breaking News
Tirupati Balaji First Aarti પર રાજકીય વિવાદ, નવા પ્રોટોકોલથી ઉઠ્યા સવાલો

Tirupati Balaji News: તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતી (Tirupati Balaji First Aarti) અને વિશેષ પૂજાના અધિકારને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે (DK Shivakumar) પ્રથમ આરતી સંબંધિત હાલના પ્રોટોકોલમાં ફેરફાર કરવાની વાત કરતા રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે. હાલની પરંપરા મુજબ, ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતી (Tirupati Balaji First Aarti) કરવાનો પરંપરાગત અધિકાર કર્ણાટકના મુખ્યમંત્રીને પ્રાપ્ત છે. મુખ્યમંત્રી હાજર ન હોય તો રાજ્ય સરકારના નિયુક્ત સ્પેશિયલ ઓફિસર તેમના પ્રતિનિધિ તરીકે આ પૂજા કરે છે.

ડી.કે. શિવકુમારનો પ્રસ્તાવ શું છે?

ડી.કે. શિવકુમારે (DK Shivakumar) જણાવ્યું છે કે સરકાર નવો પ્રોટોકોલ તૈયાર કરવા માંગે છે. તેમના જણાવ્યા મુજબ, જો મંદિરમાં કોઈ ધારાસભ્ય, સાંસદ અથવા ન્યાયાધીશ હાજર હોય તો તેમને પણ પ્રથમ આરતી (Tirupati Balaji First Aarti) કરવાનો અવસર મળવો જોઈએ.તેમણે દલીલ કરી કે લોકપ્રતિનિધિઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાથી તેમને પણ આ સન્માન મળવું જોઈએ. કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ પણ જણાવ્યું છે કે આ મુદ્દે તિરુમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવશે.

TTD બોર્ડનો કડક વિરોધ

ડી.કે. શિવકુમાર (DK Shivakumar)ના નિવેદન બાદ TTD બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે મંદિરની પરંપરા અને ધાર્મિક વિધિઓ અંગેનો નિર્ણય દેવસ્થાનમ બોર્ડ લે છે, સરકાર નહીં.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મંદિર કોઈ વ્યક્તિગત માલિકીનું નથી અને પરંપરામાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર બોર્ડ પાસે છે. તેમના મતે પ્રથમ આરતી (Tirupati Balaji First Aarti)નો ઐતિહાસિક અધિકાર મૈસૂરના રાજપરિવાર સાથે જોડાયેલો છે.

Tirupati Balaji First Aarti: શું છે આ પરંપરાનો ઇતિહાસ?

ઐતિહાસિક માન્યતા મુજબ, વિજયનગર સામ્રાજ્યના શાસક અને મૈસૂર પરંપરા સાથે જોડાયેલા રાજવીઓએ તિરૂપતિ મંદિરના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઐતિહાસિક પરંપરાને ધ્યાનમાં રાખીને કર્ણાટક (પૂર્વનું મૈસૂર રાજ્ય)ને પ્રથમ આરતીનો વિશેષ અધિકાર મળ્યો હતો.સમય જતાં મૈસૂર રાજપરિવારના પ્રતિનિધિઓ હંમેશા હાજર રહી શકતા ન હોવાથી, કર્ણાટક સરકારના સ્પેશિયલ ઓફિસર દ્વારા આ ધાર્મિક વિધિ નિભાવવાની પરંપરા વિકસિત થઈ.

ભાજપે પણ ઉઠાવ્યા સવાલ

ભાજપે પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ બસવરાજ બોમ્મઈએ કહ્યું કે ભગવાન સમક્ષ દરેક ભક્ત સમાન છે, ત્યારે કોઈ ખાસ વર્ગને વિશેષ અધિકાર આપવાની જરૂર નથી.તેમણે વધુમાં જણાવ્યું કે મંદિરની પરંપરા અને વ્યવસ્થામાં રાજકીય દખલ યોગ્ય નથી અને આવા મુદ્દાઓ ધાર્મિક સંસ્થાઓના નિર્ણય પર છોડવા જોઈએ.

હાલ શું સ્થિતિ?

હાલ ડી.કે. શિવકુમાર દ્વારા માત્ર પ્રોટોકોલમાં ફેરફારનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તિરુમલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડ સાથે ચર્ચા અને આગળની પ્રક્રિયા બાદ જ આ મુદ્દે કોઈ સત્તાવાર નિર્ણય સામે આવશે.


આ પણ વાંચો:આ IPL ટીમના માલિકે તિરુપતિ બાલાજી મંદિરમાં કરોડોનું સોનું ચડાવ્યું, કુલ કિંમત જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચો:તિરુપતિ બાલાજી મંદિરમાં નાસભાગ, મહિલા સહિત 4 ભક્તોના મોત, અનેક ઘાયલ

આ પણ વાંચો:તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’