Israel Iran War: અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર ઘાતક હુમલાઓ ચાલુ છે. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનાઈ સહિત ઘણા અગ્રણી નેતાઓ અને લશ્કરી કમાન્ડરો માર્યા ગયા છે. આ હુમલામાં ઘણા દેશોએ અમેરિકાને ટેકો આપ્યો છે, પરંતુ ઈરાન પરના હુમલા અને આયાતુલ્લાહ અલી ખામેનાઈના મૃત્યુ બાદ ઘણા દેશોમાં ભારે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. પાકિસ્તાનમાંથી પણ મોટી ઘટનાઓ નોંધાઈ છે જ્યાં અમેરિકા વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓ કરાચી અને પાકિસ્તાનના એક ભાગ ગિલગિટ-બાલ્ટિસ્તાન (POK)માંથી નોંધાઈ છે.
US કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ
અહેવાલો અનુસાર, કરાચી અને દેશના ઉત્તર ભાગમાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ છે. રવિવારે, ઈરાની સરકારના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, ઉત્તર પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને સરકારી કચેરીઓ પર હુમલો કર્યો હતો.

કરાચી અને POKમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. કરાચીમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન (POK)માં 12 લોકો માર્યા ગયા છે અને લગભગ 80 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
અમેરિકાએ શું કહ્યું?
પાકિસ્તાનમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, “અમે કરાચી અને લાહોરમાં યુએસ કોન્સ્યુલેટની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના અહેવાલો તેમજ ઇસ્લામાબાદમાં યુએસ એમ્બેસી અને પેશાવરમાં કોન્સ્યુલેટ જનરલની બહાર વિરોધ પ્રદર્શનોની જાહેરાતો પર નજર રાખી રહ્યા છીએ. અમે પાકિસ્તાનમાં યુએસ નાગરિકોને સ્થાનિક સમાચારોનું નિરીક્ષણ કરવાની અને શ્રેષ્ઠ સલામતી પગલાંનું પાલન કરવાની સલાહ આપીએ છીએ, જેમાં તેમની આસપાસના વાતાવરણથી વાકેફ રહેવું, ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને તેમના STEP નોંધણીને અપડેટ રાખવાનો સમાવેશ થાય છે.”
આ પણ વાંચો:ખામેનીના મોતથી વિશ્વ બે ભાગમાં વહેંચાયું: પુતિને ગણાવી ‘ઘૃણાસ્પદ હત્યા’, ટ્રમ્પે કહ્યું- ‘ન્યાય થયો’
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનું મોટું પગલું, કરાચી–લાહોર–ખૈરપુર સહિત ત્રણ પાકિસ્તાની જહાજો અટકાવ્યા
આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા
