Surendranagar Rain News/ સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉમઇ નદીનો પાળો તૂટતા લીલાપુર ગામમાં પાણી ઘૂસ્યા

લખતરમાં 8 ઇંચ વરસાદ બાદ ઉમઇ નદી (Umai River)નો પાળો તૂટતા લીલાપુર ગામમાં પાણી ઘૂસ્યા, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Top Stories Gujarat Others Breaking News
ખતરમાં મેઘતાંડવ! 8 ઇંચ વરસાદ બાદ Umai Riverનો પાળો તૂટ્યો

Surendranagar Rain News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં અવિરત વરસાદ (Surendranagar Rain)ને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાલુકામાં 197 મિમી (આશરે 8 ઇંચ) વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લીલાપુર ગામ નજીક આવેલી ઉમઇ નદી (Umai River)નો પાળો તૂટી જતાં નદીનું પાણી ગામમાં ઘૂસી આવ્યું હતું.

મુશળધાર વરસાદને પગલે લીલાપુર ગામના ભરવાડ વાસમાં પાણી ફરી વળતાં અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે રહેવાસીઓની ઘરવખરી, અનાજ અને અન્ય ઘરેલુ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

Umai River: ગામનો સંપર્ક તૂટ્યો, વાહનવ્યવહાર ખોરવાયો

ભારે વરસાદ બાદ એક તરફ ઉમઇ નદી (Umai River)માં પાણીનો પ્રવાહ વધ્યો છે તો બીજી તરફ રેલ્વે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે. બંને કારણોસર લીલાપુર ગામનો બહારના વિસ્તારો સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે.

Umai River
Umai River

આ સ્થિતિને કારણે કારેલા, ઇંગરોળી, સવલાણા સહિતના ગામોનો વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે. આ ગામોના લોકો તાલુકા મથક લખતર સુધી પહોંચવા માટે સામાન્ય રીતે લીલાપુર માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલ રસ્તો બંધ થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે

હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર, RMC એક્શન મોડમાં; મેનહોલ પર 3-3 કર્મચારીઓ તૈનાત

આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે AMCએ સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદ્યો, વાહનચાલકોમાં રોષ

આ પણ વાંચો:ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં અંબિકામાં 24 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં 160થી વધુ રસ્તા બંધ